૪. કારિયાણી પ્રકરણ

વચનામૃત - 1

સંવત 1877 ભાદરવા સુદિ-12 = તા.19-9-1820, બુધવાર.

કારિયાણી = સારંગપુરથી દસ કિલોમીટરે આવેલું ગામ. ત્યાં માંચાખાચરને વસ્તાખાચર ભક્ત શિરોમણિ હતા.

છપરપલંગ = છત્રીવાળો પલંગ, જેની ઉપર ચંદની કે મચ્છરદાની નાખેલી હોય એવો ઢોલિયો.

મશરૂ = રેશમ તથા સૂતરના ઘણાં રંગના પટવાળું કપડું.

ઢીંચણિયા = જમવા બેસતી વખતે પગના ઢીંચણ (ગોઠણ, ઘૂંટણ)ની નીચે રાખવામાં આવતું ટેકણ તે લાકડાનું કે ધાતુનું હોય.

સેજબંધ = છપરપલંગની ચારે ખૂણે મચ્છરદાની ઉપર રેશમી ગૂંથેલી દોરીઓને તેને છેડે રેશમી ફૂમતાં લટકતાં હોય તે.

રુદ્ર = અહંકારના દેવતા.

એકકાળાવછિન્ન = ભાગ પાડ્યા વગરનો વખત, એક જ સમયે, તે ને તે જ સમયે.

એક દેશસ્થ = એક જ દેશમાં રહેનારું.

પિતૃદેવકર્મ = પિતૃ (= પૂર્વજો)ની પૂજાનું કર્મ (પૂજા, યજ્ઞ, બલિ, વૈશ્વદેવ વગેરે)

શમદમાદિક = શમ (= તમામ વાસનાને સમાવી દેવી તે), દમ (= ઇંદ્રિયનિગ્રહ, બ્રાહ્યવૃત્તિનો નિરોધ) વગેરે.

ઉન્મત્ત = ગાંડું, મદમસ્ત

પાણો = પથ્થર.

દાવાનળ = જંગલમાં લાગતી આગ, દવ.

નાંગળ = લંગર, આગબોટ વગેરેને પાણીમાં ઉભા રહેવા માટે વજનવાળું લોખંડનું ખાસ પ્રકારનું સાધન.

પ્રધાન = પ્રધાનપુરુષ.

बुद्धीद्रिंय मनःप्राणान्... = અર્થ આપેલો જ છે. શ્રીમદ્ ભાગવતમાં સ્કંધ 10, અધ્યાય 87, શ્લોક 2

લોકાંતર = અન્ય લોક.

સંસ્કૃતિ = જન્મમરણની પરંપરા.

यतो वाचो निवत्तन्ते... सह = જેને મન, વાણીથી પામી શકાતા નથી. તૈત્તિરીય ઉપનિષદ આન.9માં

निरंजनः परमं.... = જુઓ સા.પ્ર.વ.11નું વિવરણ.

बहवो ज्ञान तपसा... = જ્ઞાનરૂપી તપથી પવિત્ર થયેલા ઘણાં પુરુષો મારા સ્વરૂપને પામ્યા છે. શ્રીમદ્ ભગવદ્ગીતા, અધ્યાય 4, શ્લોક-10.

ગુંજારવ = મધુર, ગણગણાટ, ભમરાનો મધુર ધ્વનિ.

હારદ = તાત્પર્ય, હાર્દ.

અગોચર = ન જાણી શકાય, ન પામી શકાય, તેવું.

કસાયેલું = બેસ્વાદ બનેલું, ઊતરી ગયેલું.

વચનામૃત - 2

સંવત 1877 આસો સુદિ-2 = તા.9-10-1820, મંગળવાર.

મોદ = જાડા વણાટનું કાપડ.

વસ્તુતા = વાસ્તવિક્પણે, ખરું જોતાં, તત્વતઃ.

વચનામૃત - 3

સંવત 1877 આસો વદિ-7 = તા.28-10-1820, રવિવાર.

ફાટી દૃષ્ટિએ = મદમાં છકીને ફરવું.

સ્વામી કાર્તિક = મહાદેવના પુત્ર, મહાબળવાન ને સદા બ્રહ્મચારી હતા, દેવતાના સેનાપતિ, સુબ્રહ્મણ્ય.

ઊપન્યો = ઉત્પન્ન થયો.

અભિલાષા = પ્રબળ ઇચ્છા, આકાંક્ષા, ઉમેદ, હોશ.

વચનામૃત - 4

સંવત 1877 આસો વદિ-8 = તા.29-10-1820, સોમવાર.

વચનામૃત - 5

સંવત 1877 આસો વદિ-14 = તા.4-11-1820, રવિવાર.

મનોરથ = ઇરાદો, ભાવના, આકાંક્ષા, આશ્રય.

છપાડીને = છુપાવીને.

વચનામૃત - 6

સંવત 1877 આસો વદિ-30 = તા.5-11-1820, સોમવાર.

પાદુકા = ચાખડી, પાવડી.

મત્સર = અદેખાઈ, બીજાની સંપત્તિ વગેરે જોઈ પોતાના મનને સહન ન થાય તે મત્સરવૃત્તિ કહેવાય.

તરખલા = તણખલું, તરણું, તૃણ, ઝીણી સળીનું ઘાસ.

ગુદરાણ = ગુજરાન, નિર્વાહ, નિભાવ, ભરણપોષણ.

વચનામૃત - 7

સંવત 1877 કાર્તિક સુદિ- 1 = તા.6-11-1820, મંગળવાર.

(વિક્રમસંવત મુજબ નવું વર્ષ બેઠું, પણ આ આષાઢી સંવત હોવાથી, અષાઢ સુદિ 1 એ નવું વર્ષ ગણાતું.)

વિટમણા = વિટંબણા, મુશ્કેલી, સંતાપ, માથાફોડ, પંચાત.

ચટકી લાગવી = મનની તીવ્ર લાગણી થવી.

ચિદ્દઘન તેજ = ભગવાનના સ્વરૂપમાંથી નીકળતું ચૈતન્ય દિવ્ય તેજ (સામાન્ય રીતે 'તેજ' કહેવાય. પંચભૂતમાંહેનું પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશમાંનું- તેજ કહેવાય, ભગવાનના સ્વરૂપનું તેજ તો તેનાથી વિલક્ષણ દિવ્ય ચૈતન્ય તેજ છે, જે ચિદ્ઘન તેજ કહેવાય છે.)

પાધરું = સીધું, બારોબાર, વચમાં કોઈને રાખ્યા- ગણ્યા વિના.

વચનામૃત - 8

સંવત 1877 કાર્તિક સુદિ- 4 = તા.9-11-1820, શુક્રવાર.

સમાસ = પુષ્ટિ, સમર્થન, વૃદ્ધિ, સ્પષ્ટીકરણ.

ઉપાધિ = જંજાળ, પોતાના શુદ્ધ સ્વરૂપમાં ફેરફાર કરનાર કારણરૂપ સંબંધ, ચિંતા, ફિકર.

ચાર ભૂત = પૃથ્વી, જળ, તેજ, વાયુ.

લોકાલોક પર્વત = પુરાણમાં જણાવેલ એ નામનો પર્વત. મેરુ પર્વત કેન્દ્રમાં છે, તેની ફરતે બાર કરોડ પચાસ લાખ યોજનની ત્રિજ્યાએ વલય-આકારે આવેલ પર્વત. તે દશહજાર યોજન વિસ્તાર ને એક કરોડ યોજન ઊંચાઈવાળો છે. તેની અંદરની તરફ સૂર્યપ્રકાશ પડે છે ને બહારની બાજુ અંધકાર છે.

અર્જુન સોતા = અર્જુન સહિત.

માયાનું તમ = માયાનું અંધારું, અંધકાર.

ઈંડ કટાહ = ઈંડ (= ઈંડ) + કટાહ (= કાચબાની ઢાલ). ઈંડાંનું ઉપરનું પડ, કોચલું, બ્રહ્માંડના ફરતા આઠ આવરણરૂપી કોચલું છે તે.

વચનામૃત - 9

સંવત 1877 કાર્તિક સુદિ- 5 = તા.10-11-1820, શનિવાર.

વચનામૃત - 10

સંવત 1877 કાર્તિક સુદિ- 10 = તા.15-11-1820, ગુરુવાર.

કસર = અહીં મંદવાડ, બેચેનીના અર્થમાં, રોગનું બાકી રહેવું તે.

શ્વપચની પેઠે = નીચ જાતિનો માણસ, કૂતરાં વગેરે પ્રાણીઓનું માંસ પકાવીને ખનાર માણસ- જેમ આવા માણસનો સંગ કોઈ કરવા ન ઇચ્છે તેમ.

ઈશક = આસક્તિ, હદથી વધારે પ્રીતિ, લગની.

તારતમ્યતા = જુઓ ગ.પ્ર.પ્ર.વ.41નું વિવરણ.

સાર્ધમ્યપણું = જુઓ ગ.પ્ર.પ્ર.વ.21નું વિવરણ.

વચનામૃત - 11

સંવત 1877 કાર્તિક સુદિ- 11 = તા.16-11-1820, શુક્રવાર.

છીંટની ડગલી = રંગીન વેલબુટ્ટા ચિતરેલા હોય તેવા કાપડમાંથી બનાવેલ અસ્તરવાળી બંડી-અંગરખું.

જોરાઈએ = જબરદસ્તીથી, બળજબરીથી.

હરામ કરવું = મના કરી રાખવી.

વચનામૃત - 12

સંવત 1877 કાર્તિક સુદિ- 15 = તા.20-11-1820, મંગળવાર.

વજ્રસાર = વજ્રની અંદરનો સખત ભાગ, અતિશય કઠિન, તોડી ન શકાય તેવું, બહુ દૃઢ.

લંપટ = વિષયમાં લપટાઈ ગયેલો, પરસ્ત્રીમાં લુબ્ધ, વ્યભિચારી.

તપ્તકૃચ્છ = ચાર (કે બાર) દિવસ સુધી કરવાનું એક પ્રાયશ્ચિત વ્રત. તેમાં ગરમ દૂધ. ગરમ ઘી ને ગરમ પાણી પીને ઉપવાસ કરવામાં આવે છે.