૩. સારંગપુર પ્રકરણ
વચનામૃત - 1
સંવત 1877 શ્રાવણ વદિ-5 = તા.28-8-1820, મંગળવાર.
સારંગપુર = ગઢડાથી આશરે 50 કિલોમીટરે, બોટાદ નામના તાલુકા મથકથી 20 કિલોમીટરે આવેલ ગામ (જ્યાં સં.1905માં સ.ગુ.ગોપાળાનંદ સ્વામીશ્રીએ શ્રી કષ્ટભંજન હનુમાનજીની સ્થાપના કરેલી છે.) દરબાર જીવાખાચર એ ગામના મુક્તરાજ હતા.
जितं जगत्... = જેણે પોતાનું મન જીત્યું છે તેણે સર્વ જગત જીત્યું છે. (મણિરત્નમાળામાંથી)
લગણ = લગી, સુધી, પર્યંત.
નિમિષ = આંખનો પલકારો, આંખનું મટકું.
વારી ફેરીને = ફેરો ફેરવીને, આંટો મારીને, ચક્કર મારીને.
પુત્રકલત્રાદિ = પુત્ર અને સ્ત્રી વગેરે.
વિકળ = વ્યાકુળ, બેનેચ, વિહ્વળ.
વચનામૃત - 2
સંવત 1877 શ્રાવણ વદિ-6 = તા.29-8-1820, બુધવાર.
ઉન્મત્તપણું = ઉદ્ધતપણું, ગાંડપણ, ઘેલછા, મગરૂરી.
ચાંદ્રાયણ વ્રત = જુઓ ગઢડા પ્રકરણ (પ્ર.પ્ર.) વચનામૃત - (50) 36નું વિવરણ.
ટેલચાકરી = જુઓ ગઢડા પ્ર.પ્ર. વ. 31નું વિવરણ.
ફાટેલદૃષ્ટિ = અસભ્ય, ઉદ્ધત દૃષ્ટિ.
પ્રોવાણી = તલ્લીન થઈ હોય, જોડાઈ હોય, એકતાર થઈ હોય.
વચનામૃત - 3
સંવત 1877 શ્રાવણ વદિ-7 = તા.30-8-1820, ગુરુવાર.
નાના પ્રકારની = વિવિધ પ્રકારની.
રોમાંચિત ગાત્ર = શરીરના ગાત્ર (અંગ, અવયવો) ઉપરના રૂંવાડા હર્ષથી ઊભાં થયાં હોય તેવું, પુલકિત.
નિદિધ્યાસ = નિરંતર, ચિંતવન.
ઇદં = નજર સમક્ષ, અહીંયા બોલનારની નજીકનું
વચનામૃત - 4
સંવત 1877 શ્રાવણ વદિ-8 = તા.31-8-1820, શુક્રવાર.
વિકિત = વિગત.
મણિમય મોહોલાત્ય = મણિ જડેલાં હોય તેવા મહેલ.
વચનામૃત - 5
સંવત 1877 શ્રાવણ વદિ-9 = તા.1-9-1820, શનિવાર.
દુબળાં = દુર્બળ, કમજોર, કૃશતા.
બુદ્ધજીવ = માયાના બંધનમાં બંધાયેલો જીવ.
મુક્તજીવ = બંધનથી મુક્ત થયેલો જીવ.
મને સોતી દૃષ્ટિ = મન સહિતની દૃષ્ટિ.
મને સહવર્તમાન = સહ + વર્ત + માન. મન જેમાં સાથે જોડાયેલું હોય તેવું, મનની સંગાથે.
બીજબળ = જેમાંથી ભવિષ્યમાં અંકુર ફૂટી શકે-વિકાસ થઈ શકે તેવું.
વચનામૃત - 6
સંવત 1877 શ્રાવણ વદિ-10 = તા.2-9-1820, રવિવાર.
અવસ્થા = સ્થિતિ, હાલત, જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ એ જીવની સ્થિતિ.
વિશ્વાભિમાની = જાગ્રત અવસ્થામાં રહેલ જીવાત્મા. જુઓ પંચાળા પ્રકરણના 2ની વચનામૃતના રહસ્યાર્થનો પ્રશ્નોત્તર 1.
તૈજસાભિમાની = સ્વપ્ન અવસ્થામાં રહેલ જીવાત્મા.
પ્રાજ્ઞ = સુષુપ્તિ અવસ્થામાં રહેલ જીવાત્મા.
હિરણ્યગર્ભ = મૂળપુરુષ થકી મૂળમાયા જે ગર્ભ ધરે છે તે. તેમાંથી મહાવિષ્ણુ પોતાના કાર્ય સહિત ઉત્પન્ન થાય છે.
માયા સબળબ્રહ્મ = માયા સહિત બ્રહ્મ.
સુખલેશ = અલ્પસુખ, લેશમાત્ર સુખ.
પ્રતિલોમપણું = ઉલટાવવું, ઊલટી બાજુનું.
તુર્યપદ = પરમપદ, તુર્ય અવસ્થામાં આત્મા બ્રહ્મરૂપ ચૈતન્યમય બની જાય છે.
પરા = દિવ્યવાણી, ચેતન પ્રાણીને અમુક અર્થ કહેવાની ઇચ્છા થવાથી તે અર્થ સમજાય તેવા શબ્દો ઉત્પન્ન કરવા માટે અંત:કરણને પ્રેરે છે. અંત:કરણ મૂળ આધાર સ્થાનમાં રહેલા અગ્નિને પ્રેરે છે, અગ્નિ તે સ્થળે રહેલા વાયુને ગતિ આપે છે. એ વાયુએ તે જ સ્થાનમાં સૂક્ષ્મરૂપે ઉત્પન્ન કરેલો શબ્દ તે પરાવાણી કહેવાય.
પશ્યંતી = નાભિ દેશ પર્યંત ચાલેલા વાયુએ તે પ્રદેશના સંયોગથી ઉત્પન્ન કરેલ શબ્દ. પરાવાણી ને પશ્યંતીવાણી સૂક્ષ્મતર હોવાથી માત્ર યોગીઓને જ ગમ્ય છે.
મધ્યમા = હૃદયના સંયોગથી ઉત્પન્ન થયેલી વાણી તે મધ્યમા.
વૈખરી = તે વાયુ મુખપર્યંત થઈ કંઠપ્રદેશમાં જે શબ્દ ઉત્પન્ન કરે છે તે વૈખરી વાણી.
સહસ્ત્રદળનું કમળ = હજાર પાંદડીવાળું કમળ.
પ્રણવ = ૐ કાર.
અનુસ્યૂત = ઓતપ્રોત, ગાઢ સંબંધવાળું, સાથે જોડેલું.
અંધધંધ = ગાઢ અંધકાર, અસ્પષ્ટપણું.
વચનામૃત - 7
સંવત 1877 શ્રાવણ વદિ-11 = તા.3-9-1820, સોમવાર.
કુંઠિત = બુઠ્ઠું.
નૈમિષારણ્ય ક્ષેત્ર = ઉત્તર પ્રદેશમાં આવેલું એ નામનું એક પ્રાચીન વન ક્ષેત્ર (જ્યાં સૌનક વગેરે ઋષિઓનો વાસ હતો. સૂત પુરાણીએ આ જગ્યાએ ઘણી પુરાણકથાઓ કહેલી છે.)
પવિત્ર = પુણ્યદાયી ક્ષેત્ર.
વચનામૃત - 8
સંવત 1877 શ્રાવણ વદિ-12 = તા.4-9-1820, મંગળવાર.
વચનામૃત - 9
સંવત 1877 શ્રાવણ વદિ-13 = તા.5-9-1820, બુધવાર.
વચનામૃત - 10
સંવત 1877 શ્રાવણ વદિ-14 = તા.6-9-1820, ગુરુવાર.
ચાડી ચુગલી = નિંદા કરવી, કોઈનું ખરાબ બોલવું, ચાડી ખાવી.
વચનામૃત - 11
સંવત 1877 શ્રાવણ વદિ-30 = તા.7-9-1820, શુક્રવાર.
શાળ = ડાંગર, કમોદ
निरंजनः परम साम्यमु = મુંડકોપનિષદ મુ.3, ખં.1
સવાસનિક = વાસનાએ સહિત.
अनेकजन्म... = જુઓ ગઢડા પ્ર.પ્ર.15નું વિવરણ.
વચનામૃત - 12
સંવત 1877 ભાદરવા સુદિ-1 = તા.8-9-1820, શનિવાર.
નોખી = અલગ.
પરિપકવ = પાકો.
ઘાટ સંકલ્પ = જુઓ ગઢડા પ્ર.પ્ર.વ.1નું વિવરણ.
ઇંદ્રિયોના ગોલક = ઇંદ્રિયોને રહેવાનું સ્થાન, ઇંદ્રિયોનું અધિષ્ઠાન.
કૃશ = દૂબળું.
વચનામૃત - 13
સંવત 1877 ભાદરવા સુદિ-2 = તા.9-9-1820, રવિવાર.
મનમુખી = મનસ્વી, કોઈનું ન માનતાં પોતાની મરજી પ્રમાણે ચાલનાર.
ઠા રહેવો = ઠરઠેકાણું રહેવું, પત્તો રહેવો.
વચનામૃત - 14
સંવત 1877 ભાદરવા સુદિ-3 = તા.10-9-1820, સોમવાર.
નાભિ = દૂંટી.
હિંડળતો = લટકતો.
પ્રમાદ = અસાવધપણું, કર્તવ્ય વિષયમાં અકર્તવ્ય, ઉપેક્ષા.
મોહ = આસક્તિ, સંસાર ઉપરનો ગાઢ અનુરાગ.
ભાગવતીતનુ = ભગવાનના જેવાં જ મૂર્તિમાન- સાકર થાય તે, ભગવાનના જેવું- ભાગવતી- તન (તનુ)
વચનામૃત - 15
સંવત 1877 ભાદરવા સુદિ-4 = તા.11-9-1820, મંગળવાર.
ચોવટિયા = વહીવટ-કારભાર કરનાર, પંચમાં બેસનાર.
મુગ્ધા = યૌવનમાં પ્રવેશતી ભોળી પ્રેમ ઘેલી સ્ત્રી.
મધ્યા = નાની યે નહિ ને આધેડ પણ નહિ એવી જુવાન સ્ત્રી જેને લાજ અને મદનની સમાનતા હોય.
પ્રૌઢા = પુખ્ત સમજવાળી સ્ત્રી.
તૃણ = તણખલું, તરણું.
વચનામૃત - 16
સંવત 1877 ભાદરવા સુદિ-5 = તા.12-9-1820, બુધવાર.
વચનામૃત - 17
સંવત 1877 ભાદરવા સુદિ-6 = તા.13-9-1820, ગુરુવાર.
ગરજ્ય = ગીધના જેવું માંસ ભક્ષી એક પક્ષી.
અનળ પક્ષી = એક જાતનું (કલ્પિત) પક્ષી.
ખદ્યોત = આગિયો, અંધારામાં જેના શરીરમાંથી પ્રકાશ ઝળકતો લાગે એવું ચોમાસાનું એક ઉડતું જીવડું.
ઢૂંકડું = નજીક, વખત ને લંબાઈમાં અતિ દૂર નહિ એવું.
વચનામૃત - 18
સંવત 1877 ભાદરવા સુદિ-8 = તા.15-9-1820, શનિવાર.