૫. હરિલીલામૃત

હરિલીલામૃત કળશ ૩, વિશ્રામ ૧૫માં પણ કહ્યું છેઃ-

અંતે જીવો બ્રહ્મ વિષે સમાય, તે વાત સાચી, શ્રુતિ એમ ગાય;

જળે સમાયા જળજંતુ જેમ, તે બ્રહ્મમાં લીન થશે જ તેમ. ।। ૩૬ ।।

જો નીરમાં ક્ષીર મળ્યું જણાય, તથાપિ તે એક કદી ન થાય;

આત્મા તથા જે પરમાત્મા છે ય, મળ્યા દિસે તોપણ ભિન્ન બે ય. ।। ૩૭ ।।