પ્રાર્થના

નિર્વિકલ્પ ઉત્તમ અતિ, નિશ્ચય તવ ઘનશ્યામ;
માહાત્મ્યજ્ઞાનયુક્ત ભક્તિ તવ, એકાંતિક સુખધામ.      ૧
મોહિમેં તવ ભક્તપનો, તામેં કોઈ પ્રકાર;
દોષ ન રહે કોઈ જાતકો, સુનિયો ધર્મકુમાર.      ૨
તુમારો તવ હરિભક્તકો, દ્રોહ કબુ નહિ હોય;
એકાંતિક તવ દાસકો, દીજે સમાગમ મોય.      ૩
નાથ નિરંતર દર્શ તવ, તવ દાસનકો દાસ;
એહિ માગું કરી વિનય હરિ, સદા રાખિયો પાસ.      ૪
હે કૃપાલો! હે ભક્તપતે!, ભક્તવત્સલ! સુનો બાત;
દયાસિંધો! સ્તવન કરી, માગું વસ્તુ સાત.      ૫
સહજાનંદ મહારાજ કે, સબ સત્સંગી સુજાણ;
તાકું હોય દ્રઢ વર્તનો, શિક્ષાપત્રી પ્રમાણ.      ૬
સો પત્રીમેં અતિ બડે, નિયમ એકાદશ જોય;
તાકી વિક્તિ કરત હું, સુનિયો સબ ચિત્ત પ્રોય.      ૭
હિંસા ન કરની જન્તુકી, પરત્રિયા સંગકો ત્યાગ;
માંસ ન ખાવત મદ્યકું, પીવત નહિ બડભાગ્ય.      ૮
વિધવાકું સ્પર્શત નહિ, કરત ન આત્મઘાત;
ચોરી ન કરની કાહુંકી, કલંક ન કોઈકું લગાત.      ૯
નિંદત નહિ કોય દેવકું, બિન ખપતો નહિ ખાત;
વિમુખ જીવકે વદનસે, કથા સુનિ નહિ જાત.      ૧૦
એહી ધર્મ કે નિયમમેં, બરતો સબ હરિદાસ;
ભજો શ્રી સહજાનંદ પદ, છોડી ઓર સબ આસ.      ૧૧
રહી એકાદશ નિયમમેં, કરો શ્રીહરિપદ પ્રીત;
પ્રેમાનંદ કહે ધામમેં, જાઓ નિઃશંક જગજીત.      ૧૨