રાત્રિ ભોજનનો થાળ

રૂડી રાંધી મેં રસિયાજી ખાંતે ખીચડી રે.      ટેક.
ચોખા દાળ જતન કરી જોઈ, નિર્મળ નીરે ધીરે ધોઈ;
મધુરે મધુરે તાપે માખણ શી ચડી રે.      રૂડી.
ઘી ઘણું જમો અલબેલા, અથાણાં પાપડ રંગ છેલા;
ચોંપેશું ચોળાની કાજુ કરી વડી રે.      રૂડી.
દૂધ કઢી ને દહીં જમાવી, લલિત લવિંગે શું છમકાવી;
ભૂધરને જમવાને કાજે કરી કઢી રે.      રૂડી.
દયાનંદ કહે દિલમાં ધારી, પ્રસાદી આપો હિતકારી;
શ્રીહરિવરને હાથે મુજને મોજ મળી રે.      રૂડી.