૬. સ્તોત્રનો પાઠ કરવાની આજ્ઞા
स्तोत्रा देरथ कृष्णस्य पाठः कार्यः स्वशक्तितः ।
तथाऽनधीतगीर्वाणैः कार्ये तन्नामकीर्तनम् ।। શિ. શ્ર્લો. ५७ ।।
भारतभूवि छपैयापुरे भक्तिधर्मांगतः प्रादूर्भावित नरनाटनस्य कृपापारावास्य स्वस्मर्ण विवर्णन नामोच्चारतः स्वस्वरूपानंद प्रदस्य अस्मिन् सत्संगिजीवनग्रंथे स्वप्रत्यक्षस्वरूपं परोक्षत्वेन वदतः ।।
कृष्णस्य = स्वामिनारायणस्य = मम, स्तोत्रादेः = स्तूयते अनेन इति स्तोत्रं, सर्वमंगल – जनमंगलादिनि बहुनि संति, तेषां पाठः यथाशक्तितः कार्यः कर्तव्यः ।।
ત્યાર પછી (મંત્રજપ કર્યા બાદ) ભરતખંડમાં છપૈયાપુરમાં ભક્તિધર્મ થકી નરનાટક ધારણ કર્યું છે, જેમણે અને કૃપાના સાગર ને જેમનું સ્મરણ તથા નામોચ્ચારણ કરવાથી પોતાની મૂર્તિનું સુખ પ્રાપ્ત કરાવતા એવા અને આ શિક્ષાપત્રી ગ્રંથમાં કૃષ્ણ નામે કરીને પોતાના પ્રત્યક્ષ સ્વરૂપને જ સમજાવતા એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન જે અમે તે અમારાં સ્તોત્ર-સર્વમંગલાદિ ઘણાં છે તેનો પાઠ પોતાની શક્તિ પ્રમાણે કરવો. સ. જી. પ્ર. ૧, અ. ૩૬માં હરિગીતામાં પણ કહ્યું છે જે :-
कृष्णतद्भक्त – सम्बन्ध – ग्रन्थानां पठनं तथा ।
पाठनं नित्यपाठश्च कर्तव्यः स्वहितार्थिना ।। ९ ।।
प्रभोः स्तुतिः प्रार्थना च नामसंकीर्तनं तथा ।
कार्यं श्लोकादिभिर्वाम्ब ! प्रीत्या वाक्यैर्मनोरमैः ।। १२ ।।
શ્રીકૃષ્ણ જે હરિકૃષ્ણ હું છું, તે મારા અને ઉત્તમનૃપતિ આદિ મારા ભક્તોનું માહાત્મ્યજ્ઞાન તથા ચરિત્ર જેમાં વર્ણવ્યાં છે એવાં વચનામૃત, ભક્તચિંતામણિ વગેરે ગ્રંથો ભણવા, ભણાવવા તથા નિયમપૂર્વક તેનું નિત્ય વાંચન રાખવું તથા પારાયણ આદિ મોક્ષની ઇચ્છાવાળા ભક્તે પ્રીતિ-વિશ્વાસથી સદાય કરવું (૯). હે માત ! મારી સ્તુતિ-પ્રાર્થના કરવી અને નામોચ્ચાર-શ્લોકોચ્ચાર રમણીય વચનોથી સ્નેહપૂર્વક કરવા (૧૨). તથા
‘न अधीता गीर्वाणाः = संस्कृतग्रंथा यैस्ते तथा भूताः तैस्तु ! तस्य मद्धाम्नि मे मुक्तानामेव गोचरत्वेन स्थितस्य तदन्य सर्वेषां अगोचरस्य तदपि कृपया सर्वजनेक्षण सन्नति स्तुति-सेवार्हजातस्य मम = स्वामिनारायणस्य = नाम्नां कीर्तनं = नामकीर्तनम् कार्यं ।।’
જે ભક્ત સંસ્કૃત ન ભણ્યા હોય તેમણે શું કરવું તો જે મારાં દર્શન મારા ધામમાં મારા મુક્તને જ છે તે વિના બીજાને નથી તો પણ કૃપા કરીને સર્વજન દર્શન-સેવા વગેરે કરી શકે એ હેતુથી મનુષ્ય-સ્વરૂપે ‘સ્વામિનારાયણ’ નામે હું પ્રગટ થયો છું તે મારા નામનું કીર્તન કરવું. અર્થાત્ શ્રીકૃષ્ણાદિક સર્વે નામનો નામી હું સ્વામિનારાયણ છું તે મારા નામનું સર્વ સમયે ઉચ્ચારણ કરવું તથા દિવસ-રાત્રીના પૂર્વાપર સમયે સર્વે ભક્તોએ ભેગા બેસીને કલાક-અર્ધ કલાક ‘સ્વામિનારાયણ’ નામની ધૂન કરવી તથા હે સ્વામિનારાયણ ! હે સ્વામિન્ ! હે સહજાનંદ સ્વામી ! નારાયણમુનિ ! હરિકૃષ્ણ ! ઘનશ્યામ ! એ આદિ નામનું ઉચ્ચારણ સદાય કરવું.