1. અવતારી શ્રી અક્ષરાધિપતિ પુરુષોત્તમના પ્રગટ થવાના છ હેતુ

सभायां महावलगु सिंहासनस्थं सुगन्धान् बहून् पुष्पहारान् दधानम् ।

अनेकार्क-चन्द्राग्न्यति स्वच्छकान्ति शरच्चन्द्र दिव्याम्बंर नौमि धामिर्म् || १ ||

અર્થ: સભામાં મોટા સુંદર સિંહાસન ઉપર બેઠેલા, સુગંધીમાન ઘણાક પુષ્પના હારને ધારણ કરી રહેલા, અનેક સૂર્ય, ચંદ્ર ને અગ્નિ તેમનાથી પણ અતિશે તેજસ્વી છે કાંતિ જેમની એવા ને શરદઋતુના ચંદ્ર જેવાં (શ્વેત) વસ્ત્ર છે જેમનાં એવા ધર્મદેવના પુત્રને હું નમસ્કાર કરું છું.

स्मारं स्मारं श्री सहजानंदपदं श्री स्वामि ब्रह्मानंदमुनि प्रोक्तसुखाश्र्च।

अस्मिल्लोके धर्मसुतस्यागमने ये षट्संव्यानेतान् वरहेतून् प्रवद्रामि || २ ||

અર્થ: શ્રી સહજાનંદ સ્વામીનાં ચરણકમળને સંભારી સંભારીને શ્રી સ્વામી બ્રહ્માનંદમુનિએ કહેલા ને સુખકારક, એવા ધર્મદેવના પુત્રને (શ્રી સહજાનંદ સ્વામીને) આલોક પ્રત્યે પધારવામાં જે શ્રેષ્ઠ છ હેતુ તેને હું કહું છું.

प्रभौ प्रेमवन्तः परैकान्तिकाये जना वैष्णवाः सन्ति तेषां सुखाय |

तदिच्छाप्रपूर्णाय तल्लालनायडक्षराद्रागतस्तत्र हेतुः परोड्यम् || ३ ||

અર્થ: ભગવાનને વિશે પ્રીતિવાળા એવા શ્રેષ્ઠ એકાંતિક વૈષ્ણવજનો છે. તેમને સુખ આપવા માટે તથા તેમના મનોરથ પૂર્ણ કરવા માટે તથા તેમને લાડ લડાવવા તેના માટે અક્ષર થકી આવ્યા તેમાં આ ઉત્કૃષ્ટ (એક) હેતુ કહ્યો.

अघर्म्यासुरक्लेशगौ भकितधर्मो तयोरक्षणाय प्रवृत्यै पृथिव्याम् |

स्वयं कोशलच्छुप्पयोधामधर्मा-लये जन्म जग्राह हेतु दिर्तीयः || ४ ||

અર્થ: અધર્મી અસુરોથી કષ્ટ પામતા એવા જે ભક્તિધર્મ તેમનું રક્ષણ કરવા માટે, અને પૃથ્વીને વિશે તેમની પ્રવૃતિ કરવા માટે કોશલ દેશમાં શ્રી છપિયાપુરને વિશે રહેલા ધર્મદેવના ઘેર જન્મ ધારણ કર્યો. એ બીજો હેતુ કહ્યો.

सदा स्वाक्षरस्थाडवतारीप्रभुर्यः स सवोर्परी ज्ञानमस्ति स्वकीयम् |

निजोपासनायापृथिव्यां पवृत्यै तयोरागतो हेतुरुक्तस्तृतीयः || ५ ||

અર્થ: નિરંતર પોતાના અક્ષરધામમાં વિરાજમાન ને અવતારી જે પ્રભુ (શ્રી સ્વામિનારાયણ) તે પોતાનું સર્વોપરી જે જ્ઞાન છે તથા સર્વોપરી પોતાની જે ઉપાસના છે તેની આ પૃથ્વી ઉપર પ્રવૃત્તિ કરવા માટે આવ્યા. તે ત્રીજો હેતુ કહ્યો.

स्पकीयावतारास्तदीयाश्चभकता निजोपासनां ज्ञानमाबोध्य तेषाम् |

तथैतान्स्वधामाडधिनेतुं विचिन्त्याडडगतः श्री हिरहेर्तुरुक्तश्चतुर्थः || ६ ||

અર્થ: પોતાના અવતાર તથા તેમના ભક્ત તેમને પોતાની ઉપાસનાનો તથા પોતાના સ્વરૂપના જ્ઞાનનો બોધ કરીને તેમને અક્ષરધામમાં લઈ જવા એવો વિચાર કરીને શ્રીહરિ આવ્યા. આ ચોથો હેતુ કહ્યો.

चिरान्नष्ट एकान्तिको धर्म उर्व्यां स तत्स्थापनायाडसतां निग्रहाय |

सदैकान्तिकाना सतां रक्षणायाडडगतः श्री हरिः पंचमो हेतुरुक्तः || ७ ||

અર્થ: પૃથ્વીને વિશે ઘણાક કાળથી નાશ પામેલો જે એકાંતિક ધર્મ તેના સ્થાપન માટે તથા દુષ્ટ પુરુષોના નાશ સારુ અને એકાંતિક સંતપુરુષોના રક્ષણ માટે શ્રીહરિ આવ્યા. એ પાંચમો હેતુ કહ્યો.

स्वयं पूर्वजीवान्मुमुक्षून्निजोपासना- ज्ञानमाबोध्य नेतुं स्वधाम |

तथा स्वस्वभक्ता-श्रेयेणापि कर्तुं ममुक्षून्तवानगतः षष्ठ हेतुः || ८ ||

અર્થ: પૂર્વના મુમુક્ષુ જીવોને પોતાની ઉપાસના તથા પોતાનું જ્ઞાન તેનો બોધ કરવા ને તેમને પોતાના અક્ષરધામમાં લઈ જવા તથા પોતાના ને પોતાના ભક્તના સંબંધે કરીને નવા મુમુક્ષુઓ કરવા માટે આવ્યા. આ છઠ્ઠો હેતુ કહ્યો.