૧૭. અ. મુ. સદ્. ગોપાળાનંદ સ્વામીનો આદેશ વગેરે
અનાદિમુક્ત સદ્. ગોપાળાનંદ સ્વામીની ત્રણ* પ્રકરણવાળી વાતોમાં પ્ર. 2, વાર્તા 50 માં કહ્યું છે: 'શ્વેત તેજને વિષે ભગવાનની મૂર્તિ છે, તે તેજમાં ભગવાનની મૂર્તિને જોઈને આનંદ પામવો, પણ તે મૂર્તિ વિના અક્ષરનું તેજ દેખાય તોપણ તે ભગવાનની મૂર્તિ વિના, તે તેજે કરીને શાંતિ પામવું નહિ; અતિ તપી જાવું.'
* બે પ્રકારની વાતોમાં પ્ર. ૧, વાર્તા ૫૫.
વળી ત્રણ* પ્રકરણવાળી વાતોમાં, બીજા પ્રકરણની 44મી વાતમાં કહ્યું છે. 'ભગવન્નિષ્ઠને તો અક્ષર લીન કરે તોપણ અક્ષરનો લીન કર્યો લીન થાય નહિ, ને તે તો ભગવાનની સેવામાં રહે છે.'
* બે પ્રકારની વાતોમાં પ્ર. ૧, વાર્તા ૫૦.
વળી ત્રણ પ્રકરણવાળી વાતોમાં પ્ર. 1, વાર્તા 33મા કહ્યું છે : 'અને જે પુરુષોત્તમ છે તે તો. અક્ષરાદિક સર્વેના નિયંતા છે ને પ્રકાશક છે; ને એ સર્વેને વિષે શક્તિએ કરીને અન્વયપણે રહ્યા છે ને પોતે તો પોતાના ધામને વિષે સ્વતંત્રપણે રહ્યા છે.'
વળી એ જ ત્રણ પ્રકરણવાળી વાતોમાં પ્ર. 2, વાર્તા 336માં કહ્યું છે : 'ઉપાસના અને ધર્મ જો સંપૂર્ણ હોય તો તે, અક્ષરધામને પામે. અને જો ઉપાસના તો હોય, પણ અક્ષરનો મહિમા અધિક સમજતો હોય તો, તે ભક્ત અક્ષરમાં લીન થાય છે.'
હરિલીલાકલ્પતરુ સ્કં. 7, અ. 63માં પણ કહ્યું છે :-
तव त्वैकांतिका भक्ता विना त्वत् पादसेवनम्५४ ।
नेच्छंत्येवाऽक्षरसुखं तथा मुक्तिं चतुर्विधाम् ॥ 146 ॥
હે શ્રીહરે ! તમારા એકાંતિક ભક્ત છે તે તમારા ચરણની સેવા વિના, અક્ષરનું સુખ ઇચ્છતા નથી ને ચાર પ્રકારની મુક્તિને પણ ઇચ્છતા નથી 146.
વળી એ જ ગ્રંથના સપ્તમ્ સ્કંધ અ. 44માં કહ્યું છે :-
श्रीवासुदेवसन्मूर्तिं विना क्वाप्येव तत्त्ववित्६५ ।
आसक्तो नाक्षरसुखे यः स मुक्ततमो मत: ॥ 147 ॥
શ્રીજીની મૂર્તિના સુખભોક્ત એવા જે મુક્તો છે તે, શ્રીજીની મૂર્તિ વિના અક્ષરના સુખમાં આસક્ત થતા નથી; શ્રીજીની મૂર્તિમાં જ સંલગ્ન રહે છે; અર્થાત્ અક્ષરનું સાર્ધમ્ય પ્રાપ્ત કરતા નથી; પુરુષોત્તમના જ સાર્ધમ્યને પ્રાપ્ત કરે છે - તે ઉત્તમ મુક્ત છે 147.