20

0:000:00

જુઓ શ્રીકૃષ્ણ ભગવાનનો અવતાર એ પોતાનો મોટો અવતાર મહારાજે કર્યો છે. તો એક બાજુ રાધિકાજીને બેસાડ્યા, બીજી બાજુ લક્ષ્મીજીને બેસાડ્યા. તો અહીં (હૃદયમાં) બેસાડ્યા તો ય સંકલ્પ નથી થતો અને બાપાશ્રીને પાસે બેસાડ્યા, પાસે ઊભા રહે તો સંકલ્પ થાય! શું કારણ? આપણને જ્યારે આ ચક્ષુ મટી જશે અને મહારાજની કૃપાથી જ્યારે દિવ્યચક્ષુ ઉદય થશે, ત્યારે ખબર પડશે કે આ વળી કેવું અજ્ઞાન! ભગવાનની મૂર્તિમાં અનંત મુક્ત છે. અરે! એમના સ્વરૂપમાં જ બેઠા છે. એથી શું વિશેષ? જ્યાં સુધી આ ભાવના ટળશે નહિ, ત્યાં સુધી સંકલ્પ - વિકલ્પ થાય. મહારાજે એમ કહ્યું છે કે સંકલ્પ થાય અને શમાવે તે સંત, અને ન થાય તે ભગવંત. પાછો એનો અર્થ પણ સમજાવ્યો. અને બીજી રીતે મહારાજ એમ પણ બોલે છે કે ‘સંત તે મારી મૂરતિ રે, તેમાં ફેર નહિ એક રતી રે.’ ક્યાં મેળ? પોતાની મૂર્તિ તુલ્ય હોય તેવા અનાદિમુક્ત સંત અને એક બાજુ કહે છે કે સંકલ્પ થાય અને શમાવે તે સંત. કેટલી બધી controversy (વિરોધાભાસ)? એને સમજવી ઘટે.

આપણે પંચ વર્તમાન પાળીએ, ભલે પચાસ ટકા પાળીએ, તો પણ સંત કહેવાઈએ. થોડું ઓછું-વત્તું પાળીએ તો પણ સંત કહેવાઈએ. તો એ સંતની કક્ષામાંથી ‘સંત તે મારી મૂરતિ રે, તેમાં ફેર નહિ એક રતી રે.’ એવા કૈવલ્ય મુક્ત સુધી પહોંચી જવાનું મહારાજ કહે છે આપણને. અને આપણામાંથી કોઈ ત્યાં ન પહોંચે એવું હું તો દેખતો જ નથી. આ સત્ય કહું છું. તમારા કંઈ Praise (વખાણ) કરતો નથી. ખરેખર આ આખી દિવ્ય સભા ત્યાં જ બેઠી છે. મહારાજ એમ કહે છે કે, છે તો એમ જ, પણ કોઈને ખબર ન હોય તો તું બોલીશ નહિ. તને એમ પૂછે કે ભાઈ! તું અનાદિમુક્ત છે? તો એમ કહેજે કે હા, ભગવાન સ્વામિનારાયણે આશીર્વાદ આપ્યા કે અમે તમને પૂર્ણકામ બનાવ્યા. પૂર્ણકામનો અર્થ એ જ કે : પૂર્ણ અને કામ. તો પૂર્ણતાને પામ્યા. એ અનાદિમુક્ત સિવાય કોણ બોલે? ગોપાળાનંદ સ્વામીએ કૈવલ્ય મુક્ત કહ્યા. તો એ સ્થિતિએ આપણે છતી દેહે જ પહોંચી જવું જોઈએ. અરે! આવડી મોટી કૃપા ભગવાન સ્વામિનારાયણ વરસાવે છે એમ અબજીબાપાએ મને કહ્યું. કૃપાસાધ્ય કોને કહેવાય? કૃપાસાધ્ય એટલે કંઈ કરવાનું જ બાકી નથી રાખ્યું. એમણે એમ કહ્યું હું બોલું અને તું હા પાડ બસ!


સારાંશ

મહારાજની મૂર્તિમાં અનંતમુક્તો રહે છે. જ્યારે એ જ્ઞાન થાય, ત્યારે મહારાજની બાજુમાં બાપાશ્રીની મૂર્તિ શા માટે? જેવા સંકલ્પનો અંત આવે છે. સંકલ્પ થાય અને શમાવે તે સંત અને ન થાય તે ભગવંત. દરેક જણે સંતમાંથી ભગવંત એટલે ભગવાનરૂપ મુક્ત બનવાનું છે.