23

0:000:00

એક વખત એક જૈનમુનિ સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામીને કહે તમે રિદ્ધિ-સિદ્ધિનો એટલો બધો ઉપયોગ કરો છો અને જબરજસ્ત ચમત્કાર સર્જો છો. તો જે રિદ્ધિ-સિદ્ધિનો ઉપયોગ કરે એ સંત જ ન કહેવાય. બોલો બરોબર છે? જૈનમુનિ સ્વામીને અહંકારથી કહે છે. ત્યારે સ્વામી કહે કે એ રિદ્ધિ-સિદ્ધિનો ઉપયોગ કરવાનો કોઈને અધિકાર ખરો? ચોક્કસ. કોને? એક પરમાત્માને. હું કોને પરમાત્મા માનું છું એ તો તમે જાણો છો ને? હા, ભગવાન સ્વામિનારાયણને. તો જો હું ભગવાન સ્વામિનારાયણને પરમાત્મા માનતો હોઉં, તો એમના સોગંદ ખાઈને તમને કહું છું કે એકપણ પરચો - ચમત્કાર મેં સર્જ્યો નથી, એકપણ રિદ્ધિ-સિદ્ધિનો મેં ઉપયોગ જ કર્યો નથી. ઓલા છક થઈ ગયા! હવે તમારે જે કહેવું હોય તે કહો.

એ મુનિ સ્વામી સામે જોઈ રહ્યા. સ્વામીએ એની સામે દૃષ્ટિ કરી ને સમાધિ થઈ ગઈ. જૈનમુનિ સડક થઈ ગયા. સમાધિમાં ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી પરમાત્માતત્વ છે એવું એણે જોયું. એમના તીર્થંકરો પણ ભગવાનના ચરણમાં નમતા હતા. એ તીર્થંકર ભગવાનને ભગવાન માનતા હતા. થોડીવાર પછી સ્વામીએ દૃષ્ટિ પાછી ખેંચી લીધી, મુનિ દેહમાં આવ્યા, સ્મૃતિ આવી, પછી સ્વામીને દંડવત્‌કર્યા. કહે ખરેખર તમે સંત છો, ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, પણ મારા મગજમાં એવી ગ્રંથિ ઘડાઈ ગઈ છે કે હવે હું તીર્થંકરને છોડી શકું એમ નથી. સ્વામી કહે, છોડતા કેટલીવાર? કહે બાપજી! હું નથી છોડી શકું એમ, પણ હવે હું સ્વામિનારાયણ ભગવાનનું ઘસાતું નહિ બોલું, પણ તીર્થંકરને છોડી શકું એમ નથી. ત્યારે એમ કરને કે તું જે તીર્થંકરને માને છે ને! એ તો ભગવાન સર્વોપરી પરમાત્માના ચરણોમાં નમ્યા, તો એ તીર્થંકરને જે થઈ ગયેલા તીર્થંકર છે તે ન માનીશ. સર્વોપરી પરમાત્મા તરીકે તું એનું ભજન કરજે. તો તું આ જન્મે નહિ તો આવતા જન્મે એ સુખમાં પહોંચી જવાનો.

જુઓ પરમાત્મા તો એક જ છે. બે હોય તો સીમિત થઈ ગયા. તો એ પરમાત્મા કેવી રીતે હોઈ શકે? God is only one and one only. તો એ સર્વોપરી પરમાત્માતત્વનો બધાયમાં થોડો-થોડો આવિર્ભાવ થાય છે. અને થોડો આવિર્ભાવ હોય એને પૂર્ણ કેમ કહેવાય? અવતારમાં આવિર્ભાવ છે તો એ અવતારને Supreme Lord નહિ કહી શકાય. Supreme Lord ક્યારે થાય કે એમાં તમે સર્વોપરી પરમતત્વની ભાવના કરો. મહાત્મા ગાંધીજીને કોઈએ પૂછ્યું કે તમે શ્વાસોશ્વાસ રામ-રામ-રામ-રામ કર્યા કરો છો. તમે એટલો અભ્યાસ કર્યો છે કે તમારા શ્વાસમાં એ શબ્દ વણાઈ ગયો છે, પણ મને નવાઈ લાગે છે કે તમારા ઓરડામાં રામચંદ્રજીની મૂર્તિ જ કેમ નથી? તો પોતે કહે છે કે ભાઈ! પૃથ્વી પર થઈ ગયેલા જે રામાવતાર છે તે મારા રામ નથી. મારા રામ તો સર્વોપરી એવા પરાત્પર પરમાત્મા છે કે જે ઘટઘટમાં વ્યાપક છે એવા એ સર્વ કર્તાહર્તા પરમાત્મા છે. આ તો spiritual ideal king હતા. It is very difficult to reach the ideal તો રામાવતારમાં ભગવાન સર્વોપરી પરમાત્મા શ્રીહરિનો આવિર્ભાવ હતો. we have to go ahead કોઈ પણ સ્વરૂપ ભલે મળે, પણ એને તમે થઈ ગયેલાની ભાવના નહિ કરો. સર્વોપરી પરમાત્મા માનીને એ સ્વરૂપની ઉપાસના કરવી.


સારાંશ

અનાદિમુક્ત દ્વારા ચમત્કારો ભગવાન પોતે સર્જે છે. એકવાર જીવ અનાદિમુક્તની દૃષ્ટિમાં પડ્યો પછી તે ઉપાસના ન ફેરવે તો બીજા જન્મે પણ તેનું કલ્યાણ નક્કી થાય જ છે. ગમે તે સ્વરૂપને માનતા હોવા છતાં જો એ સ્વરૂપમાં સર્વોપરી પરમતત્વની ભાવના સાથે એને ભજે તો એ જીવ સુખમાં પહોંચી જાય છે.