વચનામૃત

૬૨. આઠે પહોર સંસારની વિટમણામાં થયેલાં યોગ્ય, અયોગ્ય કર્મોના પાપક્ષયનો ઉપાય - જીવનો મોક્ષ થવાનો ઉપાય - આત્મનિષ્ઠા, પતિવ્રતાપણું ને દાસપણું એમાંથી એક અંગની દૃઢતાની અનિવાર્યતા ને એ અંગેની દૃઢતા ન હોય તેમ છતાં રૂડું થવાનો માર્ગ.

0:000:00

સંવત 1881ના માગશર સુદિ 2 બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને શ્વેત પાઘ મસ્તક ઉપર બાંધી હતી, તથા શ્વેત ચોફાળ ઓઢ્યો હતો, તથા શ્વેત ખેસ પહેર્યો હતો, અને શ્રીજીમહારાજના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે પોતાના ભત્રીજા જે અયોધ્યાપ્રસાદજી અને રઘુવીરજી તેને બોલાવીને કહ્યું જે, તમે અમને પ્રશ્ન પૂછો.

પછી પ્રથમ અયોધ્યાપ્રસાદજીએ પ્રશ્ન પૂછ્યો જે,

પછી રઘુવીરજીએ પ્રશ્ન પૂછ્યો જે,

એવી રીતે શ્રીજીમહારાજે વાર્તા કરીને પછી પોતાની ઇચ્છાએ કરીને બોલતા હવા જે,

એ વાર્તા સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,


ઇતિ વચનામૃતમ્ || 62 || (195)


રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૪) છે. ત્રીજું કૃપાવાક્ય છે. તેમાં પહેલામાં ઈંદ્રિયો, અંતઃકરણ ને જીવ એકાગ્ર થઈને અમારા ભજનમાં જોડાય તો સંસારની વિટમનામાં થયેલાં યોગ્ય-અયોગ્ય સર્વ પાપ ભસ્મ થઈ જાય, ને એકાગ્ર ન થાય તો પાપ ન બળે ને મોક્ષ તો અમારા પ્રતાપે કરીએ. (1) બીજામાં દેહાદિક સર્વને અમારી સેવામાં જોડી દે ને જે અમારા ઉપયોગમાં ન આવે તેનો ત્યાગ કરે તો ગૃહસ્થાશ્રમી અમારા અક્ષરધામમાં મુક્તની પંક્તિમાં ભળે અને પરમ મોક્ષને પામે. (2) ત્રીજામાં શુકજી આદિકને દૃષ્ટાંતે કહ્યું છે કે દેહાદિક માયાના ટોળાથી પોતાને જુદો માને ને જ્ઞાનરૂપી વિચારે કરીને વૃત્તિ પાછી વાળે તે વૃત્તિ આત્માને વિષે લીન થાય ત્યારે વાસનાલિંગ દેહ નાશ પામે, ને તેના હૃદયમાં પ્રકાશ થાય ને પોતાના આત્માનું બ્રહ્મરૂપે દર્શન થાય ને તેમાં અમારું દર્શન થાય, એવી આત્મનિષ્ઠા દૃઢ કરવી. અને ગોપીઓને દૃષ્ટાંતે અમને દેખીને જ રાજી થવું, પણ અમારા વિના બીજા કોઈને દેખીને રાજી ન થવું ને તેમાંથી વૃત્તિ પાછી ખેંચી લેવી, એવું પતિવ્રતાપણું અમારે વિષે દૃઢ કરવું, અને હનુમાન-ઉદ્ધવને દૃષ્ટાંતે અમારું જ દર્શન ને અમારી જ વાત ને અમારો જ સ્વભાવ ને અમારી પાસે જ રહેવું ગમે, અને અમારો જ રાજીપો ને સેવા ઇચ્છવી ને અમારી આજ્ઞામાં પરમ આનંદ પામવો એવું દાસપણું દૃઢ કરવું તો જ સુખી થવાય. એમ કહીને શ્રી ગોપાળાનંદ સ્વામી તથા શ્રી મુક્તાનંદ સ્વામીની દાસત્વ ભક્તિનાં અંગની પ્રશંસા કરી છે. (3) આ ત્રણ અંગવાળા ભક્તમાં ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ હોય અને આમાંનું એકેય અંગ ન હોય તે પામર છે, અને આ અંગ દૃઢ કરીને જ મરવું ને અવળા સ્વભાવનો ત્યાગ કરીને અમને ભજવા, અને આત્મનિષ્ઠા ને પ્રીતિ ન હોય તેણે સત્સંગના નિયમમાં રહેવું, અને ન રહે તો સત્સંગથી બહાર પડી જવાય, અને દુઃખ આવે તો અમારી ઇચ્છા જાણવી પણ કાળ આદિકને દુઃખ આપનારા ન જાણવા. (4) અને આ ત્રણ અંગવાળાનો દાસ થઈને તેમની આજ્ઞામાં રહે તે છતી દેહે જ અમારો પાર્ષદ થઈ રહ્યો છે, અને પામર કે પતિત જીવ અમારે કે અમારા સંતને આશરે આવે તો કૃતાર્થ થઈ જાય એવો અમારો ને અમારા ભક્તનો મહિમા છે, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (5) બાબતો છે.