વચનામૃત

૫૬. ભગવાનને વિશે પ્રીતિનું લક્ષણ - સર્વે સદગ્રંથનું રહસ્ય.

0:000:00

સંવત 1881ના અષાઢ સુદિ 5 પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી-તકિયા બિછાવીને વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, અને સાધુ દુકડ-સરોદા લેઈને કીર્તન બોલતા હતા.

તે કીર્તન ભક્તિ થઈ રહ્યા પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે,


ઇતિ વચનામૃતમ્ || 56 || (189)


રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે પ્રીતિને વખાણી છે અને અનાદિ મુક્તરાજ શ્રી ગોપાળાનંદ સ્વામી આદિક સિદ્ધ મુક્તને મિષે કરીને સાધનિકની પ્રીતિમાં ભૂંડા દેશ-કાળાદિકે કરીને ફેર પડી જાય અને પોતાને મિષે કરીને પોતાના સિદ્ધ મુક્તોને પોતાને વિષે પ્રીતિ છે, તેમાં ભૂંડાં દેશ-કાળાદિકને યોગે પણ ફેર પડતો નથી, એમ કહ્યું છે. (1) અને અમે પરમ સુખદાયી છીએ ને અમારા વિના બીજા પદાર્થો અતિશે તુચ્છ ને અસાર છે, માટે અમારા ભક્તોએ પંચવિષયનો ત્યાગ કરવો. (2) બાબતો છે.