ઐશ્વર્યદર્શન : ૧૧
સ્વામિનારાયણ ડિવાઇન મિશન સાથે નિષ્ઠાથી જોડાયેલા ને માસી પ્રત્યે અનન્ય ભાવ ધરાવતા એક ડૉક્ટરના પરિવારમાં પુત્રનો જન્મ થયો ને ઘરમાં આનંદ છવાઈ ગયો, પરંતુ જન્મના છ જ દિવસમાં તેને હૃદયની ગંભીર સમસ્યાની જાણ થઈ. અમદાવાદની સારી હૉસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો. ઘણા નિષ્ણાંત ડૉક્ટરો ભેગા થયા અને બધાનો એક જ અભિપ્રાય થયો કે ઑપરેશન કરવા માટે બાળક ઘણું જ નાનું છે. આટલા નાના બાળકનું ઑપરેશન શક્ય નથી અને જો ઑપરેશન ન થાય તો બાળકનો જીવ જોખમાય. પરિવારે માસી પાસે આવી ગદ્ગદ કંઠે પ્રાર્થના કરી. માસીએ કરુણા કરી આશિષ વચનો ઉચ્ચારતાં કહ્યું કે, ‘‘બાળકને મહારાજ સારું કરી દેશે. તમે ચિંતા ન કરશો.’’ માસીનાં વચનો સાંભળી પરિવારના સભ્યોને રાહત થઈ. આશીર્વાદ મળ્યાના ચાર દિવસમાં જ બાળકની હૃદયની તકલીફ આપોઆપ દૂર થઈ ગઈ ને બાળક સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયું. બધાને ઘણું આશ્ચર્ય થયું. આ ચમત્કાર વગર શક્ય જ નથી. આવો ચમત્કાર તો મોટા મુક્ત જ સર્જી શકે.
મોટા મુક્ત આશીર્વચનો કહે તે વચનોમાં અજબ શક્તિ રહેલી હોય છે અને એ શક્તિ અસંભવિતને સંભવિત બનાવે છે. જરૂર છે તેમનાં વચનોમાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસની.