ઐશ્વર્યદર્શન : ૫

0:000:00

માસીને ત્યાં આવનાર એક સેવિકાના પિતાજીને હિપેટાઇટિસ-બી નામના કમળાનો રોગ થયો હતો. પિતાજીની સેવા કરવા સેવિકાએ માસીની અનુમતિ માગી ને કહ્યું, ‘‘હું હમણાં આપની સેવામાં નહિ આવી શકું.’’ વિગતે વાત જાણતાં માસીએ સેવિકાને મહારાજની મૂર્તિ તથા ચરણરજ આપ્યાં ને મહારાજને પ્રાર્થના કરતાં કહ્યું, ‘‘તારા પિતાજીને મહારાજ સારું કરી દેશે. ચિંતા ન કરતી. તું તારે સેવામાં જા.’’ માસીના આવા આશીર્વાદ મળવાથી સેવિકા નિશ્ચિંત બની ગઈ. તેણે પોતાની માતાને કહ્યું, ‘‘માસીના આશીર્વાદથી પિતાજીને સારું થઈ જ જશે. માટે માસીની સેવા મૂકી હું તારી સાથે હળવદ નહિ આવું.’’ સેવિકાનાં માતા એકલાં જ હળવદ ગયાં. માસીના કહેવા પ્રમાણે તેમને મહારાજની મૂર્તિનાં દર્શન કરાવી ચરણરજનું પાણી પીવડાવ્યું. પછી બીજી વખત રિપોર્ટ કરાવ્યો તે નૉર્મલ આવ્યો. સેવિકાના પિતાજીને કમળો મટી ગયો હતો. આ જોઈ ડૉક્ટરને પણ આશ્ચર્ય થયું !