ઐશ્વર્યદર્શન : ૮

0:000:00

મોરબીમાં રહેતા એક અગ્રગણ્ય હરિભક્તનાં માતાને ખૂબ જ ગંભીર માંદગી થઈ જવાથી તેમણે માસીને પ્રાર્થના કરવા ફોન કર્યો, ત્યારે માસીએ હરિભક્તને કહ્યું કે, ‘‘તમે બા પાસે જાઓ, તેમને તો શ્રીજીમહારાજ ધામમાં તેડી જાય છે.’’ હરિભક્ત ફોન મૂકીને માતા પાસે ગયા. ખરેખર જ માતાને મહારાજ ધામમાં તેડી ગયા હતા. અમદાવાદમાં રહ્યા થકા મોરબીમાં મહારાજ તેમની માતાને તેડવા આવ્યા છે તે માસીએ જાણી લીધું. માસીનો આવો અદ્‌ભુત પ્રતાપ નિહાળી તેઓ અભિભૂત થઈ ગયા.

મહારાજની સાથે જોડાયેલા મુક્તોને આ લોકનું અંતર બાધક બનતું નથી. મહારાજની સાથે એકાત્મતા હોવાથી તેઓ બધું જોઈ શકે છે. દૂર ને નજીક એવો ભેદ તો સામાન્ય દેહધારી જીવો માટે છે.