ઐશ્વર્યદર્શન : ૨૧

0:000:00

માસીને ત્યાં સેવામાં આવતાં એક સેવિકાના કાકા સાવ નાસ્તિક. ભગવાનને માને જ નહિ. ઘરના કહે, પણ એ વાત તેમના ગળે ઊતરે નહિ. તેમનો જ્યારે અંત સમો આવ્યો ત્યારે તેમનો જીવ જાય નહિ. તેઓ રિબાયા કરે. આથી સેવિકાએ રાત્રે બાર વાગ્યે માસીના ઘરે આવી એ વખતે જે સેવિકા સેવામાં હતી તેને વાત કરતાં કહ્યું, ‘‘માસી જાગે ત્યારે માસી પાસે પ્રાર્થના કરાવજો, જેથી તેમનો જીવ શાંતિથી જાય ને તેમની સદ્‌ગતિ થાય.’’ વાત થતી હતી ને ત્યારે જ માસી જાગી ગયાં. એટલે સેવિકાએ જ માસીને વિગતે વાત કરી. માસી કહે, ‘‘ભલે તેઓ નાસ્તિક હોય, પરંતુ અત્યારે તેમની પાસે બેસી બધા ભગવાનનું ભજન કરો. તેમની પાસે જે બેઠા હોય તેમને કહો કે બીજી વાતો કર્યા વગર ભગવાનના નામની ધૂન કરે, ભગવાનનો મંત્ર કાને પડશે એટલે તેમનો જીવ શાંતિથી જશે.’’ સેવિકાએ ઘરે જઈ પોતાના પિયર ફોન કરીને ઘરના સર્વેને માસીની સૂચના પ્રમાણે કરવાનું કહ્યું. એમ થતા થોડા સમયમાં જ તેઓ શાંતિથી દેહ છોડી ગયા.

મોટા મુક્તો દરેક જીવ ઉપર દયા લાવી તેને સદ્‌ગતિ પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો કરતા જ હોય છે. તેમની પ્રાર્થનાથી નાસ્તિક જીવ પણ સદ્‌ગતિને પામે છે !