ઐશ્વર્યદર્શન : ૧૪

0:000:00

અમદાવાદમાં રહેતા ને મિશન સંસ્થા સાથે આત્મીયતાથી જોડાયેલા એક હરિભક્તના પુત્રને ઠેઠ ભૂજની એન્જિનિયરિંગ કૉલેજમાં એડ્‌મિશન મળ્યું. આથી તેની માતા થોડી ચિંતિત હતી. દીકરો એટલે દૂર ભણવા જાય, ત્યાં એકલા રહેવાનું, ખાવાની તકલીફ પડે, પરંતુ એડ્‌મિશન ત્યાં મળ્યું એટલે જવું તો પડે જ. જતાં પહેલાં તેઓ માસીનાં દર્શને આવ્યા. એ વખતે પણ માતાએ પોતાની ચિંતા માસી પાસે વ્યક્ત કરી. માસી કહે, ‘‘અરે ! ભણવા માટે ઠેઠ ભૂજ જવું પડશે ? સારું, ભગવાન બધું સારું કરશે.’’ પુત્રની માતાએ ફરી માસીને કહ્યું, ‘‘અહીંયાં ક્યાંક નજીકમાં જ એડ્‌મિશન મળી ગયું હોત તો સારું થાત.’’ માસી ફરી બોલ્યાં, ‘‘ભગવાન બધું સારું કરશે.’’ માતાને એક આશ્વાસન મળ્યું કે માસીના આશીર્વાદ છે માટે દીકરાને ત્યાં કોઈ મુશ્કેલી તો નહિ જ પડે.

માસીના આશીર્વાદનો ખરો મર્મ તો તેઓને થોડા સમય બાદ સમજમાં આવ્યો. થોડા સમયે જ્યારે રિસફલિંગ શરૂ થયું ત્યારે તે છોકરાને અમદાવાદમાં જ એલ. ડી. એન્જિનિયરિંગ કૉલેજમાં એડ્‌મિશન મળી ગયું. ત્યારે તેઓને સમજાયું કે, ‘મહારાજ સારું કરશે’ એવું માસીના કહેવા પાછળ શું રહસ્ય છુપાયેલું હતું.