૩૩. ભગવાન શ્રી સ્વામિનારાયણે આપેલાં બે અભયવચનો
1. 'જે જીવ અમારે આશરે આવશે અને ધર્મનિયમમાં રહેશે તેને અમે અંતઃકાળે દર્શન દઈને, ભગવાનનું જે અક્ષરધામ છે, તેને પમાડીશું.'
આ વચન પ્રમાણે આજે પણ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ અંતઃસમયે પોતાનાં આશ્રિતને દર્શન આપી પોતાના દિવ્ય ધામને પમાડે છે. આમ, સ્વામિનારાયણે પોતાના ખરાં આશ્રિતોને મૃત્યુના ભય થકી મુક્ત કર્યાં છે.
2. મંદિરોમાં ભગવાનની મૂર્તિઓ પધરાવી, તેમાં પોતાના સત્યસંકલ્પત્વનું સિંચન કર્યું, ને પ્રાણની પ્રતિષ્ઠા કરી. પછી પ્રભુ બોલ્યા: 'આ મૂર્તિઓમાં હું સદાય પ્રત્યક્ષ રહીશ, તમારી સાચી ભક્તિથી કરેલી પૂજા ગ્રહણ કરીશ અને તમારા શુભ સંકલ્પ સત્ય કરીશ.' વળી આગળ કહ્યું: 'અમારી આ દિવ્ય મૂર્તિઓ ને પ્રતિમાઓમાં કાષ્ઠ, પાષાણ કે કાગળભાવ પરઠશો નહિ.'
આજ દિન સુધીમાં ભગવાનના કોઈ અવતારે આવી વાણી ઉચ્ચારી હોય એવું જણાતું નથી. સર્વોપરી પ્રગટ પ્રભુ સિવાય આવો કોલ આપવાનું સાર્મથ્ય કોનામાં હોય?