૧૧. શૂદ્ર જાતિઓનો ઉદ્ધાર
0:000:00
સ્વામિનારાયણે કોળી, ભરવાડ વગેરે કહેવાતી પછાત જાતિઓના મનુષ્યો સાથે સંપર્ક સાધી, તેમના જીવનમાં રસ લઈ, તેમની ક્રિયાઓમાં ઓતપ્રોત થઈ, તેમનાં જીવન ઉન્નત કર્યાં; તેમ જ કણબી, સુથાર, કડિયા, દરજી, ખારવા, મોચી, ખોજા વગેરે નીચલા સ્તરના લોકોને સમૃદ્ધ અને આચારશુદ્ધ બનાવ્યા; વેશ્યા જેવી અવળે રસ્તે ગયેલી સ્ત્રીઓને પણ સારે માર્ગે વાળી ઉદ્ધાર કર્યો. આમ સ્વામિનારાયણ અધમોદ્ધારક તરીકે ઓળખાવા લાગ્યા.