૧૭. લૂંટારાઓની સુધારણા
0:000:00
શસ્ત્રનો ઉપયોગ કરીને જ પ્રશ્નોનો નિકાલ થઈ શકે એવી યુગજૂની માન્યતાને સ્વામિનારાયણે ફેરવી નાખી. તેમણે શસ્ત્ર કે પોલીસની સહાય લીધા વગર, તે સમયની અંગ્રેજ સરકારથી પણ જેઓ કાબૂમાં આવી શક્યા ન હતા એવા ભયંકર લૂંટારાઓને પોતાનાં દિવ્ય પ્રભાવ ને આદર્શ ચારિત્ર્ય દ્વારા વશ કર્યા; તલવારને બદલે માળા પકડાવીને ભક્ત બનાવી દીધા. સ્વામિનારાયણના આ પ્રભાવની વાત દેશભરમાં અને વિદેશમાં પણ પ્રસરી ગઈ.