૧૫. સ્ત્રીઓની ઉન્નતિ
0:000:00
સ્વામિનારાયણે સ્ત્રીઓની ઉન્નતિ સારુ એ જમાનાને નવીન લાગી એવી ઘણી પ્રવૃત્તિઓ શરૂ કરી. તેમને અક્ષરજ્ઞાન આપવાની વ્યવસ્થા કરી. સ્ત્રીઓને સામાજિક, નૈતિક અને આધ્યાત્મિક કેળવણી આપીને શ્રેષ્ઠ વિદુષીઓ બનાવી. તેમને માટે અલગ સંસ્થાઓ સ્થાપી તેમાં ઉપદેષ્ટા તરીકે સ્ત્રીઓની જ નિમણૂક કરી. તેઓ પોતાનું તંત્ર પોતે જ ચલાવે એવી ગોઠવણ કરી; મોક્ષમાર્ગની સાધનામાં સ્ત્રીઓને સમાન હક્ક આપ્યા. ત્યાગ અને દીક્ષાવિઘિમાં પણ સ્વામિનારાયણે સ્ત્રીઓને સરખા અધિકાર આપ્યા. વિધવા સ્ત્રીઓને સાંખ્યધર્મનું પાલન કરવાનો આદેશ આપી, પ્રભુભક્તિમાં જોડી દીધી.