૧૪. સદાવ્રતો અને અન્નસત્રો

0:000:00

સ્વામિનારાયણે પરોપકારી કાર્યો તથા સમાજજીવનની ધારણા માટે દાન અને પુણ્યને આવશ્યક માન્યાં. ગરીબો પ્રત્યે ઊંડી લાગણી બતાવીને સ્વામિનારાયણે કહ્યું : 'ગરીબ તો મારે પહેલાં છે. જે એમની આંતરડી ઠારશે તે મને વહાલા છે.' તેમણે ગરીબ ને દરિદ્ર મનુષ્યોની સેવાનો મહિમા, સાર્વજનિક અન્નસત્રો ખોલીને બતાવ્યો. ઠેર ઠેર ખોલેલાં સદાવ્રતોથી ભૂખ્યાં ને અર્ધભૂખ્યાં લોકોને રાહત મળી. તેમણે તેમના સાધુઓ અને અનુયાયીઓ મારફત, જ્યાં જરૂર હોય ત્યાં કૂવા, વાવ, તળાવો ખોદાવ્યાં; તદુપરાંત જુદી જુદી અનેક રીતે સહાય કરીને તેમની સ્થિતિ સુધારી. આથી લોકો સદાચાર ને નીતિને માર્ગે ચાલવા પ્રેરાયા.