૧૩. વર્ણાશ્રમધર્મની યથાર્થ વ્યાખ્યા

0:000:00

સ્વામિનારાયણે વર્ણાશ્રમ ધર્મની આવશ્યકતા સ્વીકારી. વળી તેની યથાર્થ વ્યાખ્યા કરીને, સમાજમાંથી તિરસ્કારવૃત્તિના ભાવો ટાળ્યા. એમણે કરેલી વ્યાખ્યા નીચે જણાવી છે:

(1) વર્ણાશ્રમધર્મ બધા સમયને માટે એકના એક રહેતા નથી. દેશકાળ પ્રમાણે તે બદલાતા રહે છે; પણ અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, ક્ષમા, દયા વગેરે ધર્મો સનાતન છે.

(2) પરમેશ્વરના અવતારો કેવળ વર્ણાશ્રમના ધર્મો સ્થાપવાને માટે થતા નથી, પણ એકાંતિક ધર્મની સ્થાપના માટે થાય છે.

(3) કેવળ વર્ણાશ્રમધર્મ આચરવાથી મોક્ષ થતો નથી; જે મનુષ્ય વર્ણ અને આશ્રમનું અભિમાન લઈને ફરે છે તેનામાં સાધુતા આવતી જ નથી.

સ્વામિનારાયણે સમાજમાં અસ્પૃશ્ય ગણાતા હરિજનોને સત્સંગીઓમાં સમાન સ્થાન આપ્યું. તેઓને અનુયાયીઓ બનાવવામાં આવ્યા. તેમના તરફ સ્વામિનારાયણનું વલણ, તે સમયના મહાન સુધારકોના વલણ કરતાં પણ વધુ ઉદાર ને સહાનુભૂતિભર્યું હતું.