૩૪. ભગવાન શ્રી સ્વામિનારાયણે આપેલો સર્વોપરી મંત્ર
0:000:00
સમસ્ત બ્રહ્માંડોના નિયામક ફક્ત એક પુરુષોત્તમ નારાયણ અર્થાત્ પોતે જ છે, એમ જણાવી 'સ્વામિનારાયણ' મંત્ર આપ્યો ને પછી બોલ્યા જે: 'સર્વ ક્રિયામાં મારી સ્મૃતિ રાખો; માળા મારા નામની ફેરવો; ભજન કીર્તન મારું કરો; ચારિત્ર મારાં ગાઓ; ધ્યાન મારા સ્વરૂપનું ધરો; સેવા-ઉપાસના મારી કરો. હું તમને સર્વ દોષો થકી મુક્ત કરી મારા સર્વોપરી દિવ્ય સુખને પમાડીશ.' સર્વોપરી પરમાત્મા જ આવી કૃપાવાણી ઉચ્ચારી શકે.