૨૩. પવિત્ર શાસ્ત્રોની ભેટ
0:000:00
શ્રી સ્વામિનારાયણે ઉત્તમ આચારસંહિતા 'શિક્ષાપત્રી' રચીને મનુષ્યોને આચારશુદ્ધિ, ધર્મશુદ્ધિ ને વ્યવહારશુદ્ધિ જાળવતા કર્યા. પરમાત્માની પરાવાણી 'વચનામૃત' ગ્રંથ આપીને મનુષ્યોને વિચારમય અને ઉચ્ચ આધ્યાત્મિક જીવન જીવતા કર્યા. આમ, દેહ અને જીવ બંનેનું શ્રેષ્ઠ કલ્યાણ સધાય એવાં બે પવિત્ર શાસ્ત્રોની તેમણે માનવકુળને ભેટ ધરી.