૧૭. શ્રીહરિની ચરણરજની પ્રસાદીનો મહિમા
0:000:00
સાધનદશાવાળાને સર્વે પ્રસાદી કરતાં શ્રીજીમહારાજની ચરણરજની પ્રસાદી ઉત્તમ છે.
1. સાધનદશાવાળાને સર્વે પ્રસાદી કરતાં શ્રીજીમહારાજની ચરણરજની પ્રસાદી ઉત્તમ છે. ચરણરજની પ્રસાદીને મહિમા જાણીને જેને ભૂત વળગેલું હોય તેના માથે નાખે તો ભૂત જતું રહે ને પાપીને માથે નાખે તો પાપથી મુક્ત થાય. 1/5/12
2. કરાંચીમાં સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, આ સભાની ચરણરજ વાળેલી હોય તે રજનો મહિમા જાણીને, પાપી જીવ માથે ચડાવે તો તે પાપી હોય તો પણ પાપથી મુક્ત થાય અને ભૂત-પ્રેત હોય તો તે પણ જતું રહે. 2/62/194