૩૩. આવો આવો હમારી ઓર રે

રંગ જંગલો


પદ ૧

આવો આવો હમારી ઓર રે, નીરખું હરિ બદન તુમારો. આ.

શિર ધરી પાઘ શેખર બિચ સોહે, ફૂલનકી અતિ ફોર રે. ની.૧

કેસર તિલક તિલક બિચ નીરખું, સુંદર ધર્મ કિશોર રે. ની.૨

કાનમેં ગુચ્છ ગુલાબ કે ધારી, નેનકમલ ચિત્તચોર રે. ની.૩

અવધપ્રસાદ કે નાથ મારે, આઈ રહો ઉર મોર રે. ની.૪


પદ ૨

હર્યો હર્યો હમારો પ્રાન રે, તેરે નેન ચતુર સુખકારી. હ

નેન બાનકી ચોટ લગી મોય, ભૂલ ગઈ તન ભાન રે. તે.૧

નેન નિહારી મેં ઉર ધારી, સુંદર રૂપ નિધાન રે. તે.૨

નાસિકા કિર દીપ સમ સોહે, દેખી ભઈ ગુલતાન રે. તે.૩

અવધપ્રસાદ શ્યામ છબી ઉપર, તન મન ધન કુરબાન રે. તે.૪


પદ ૩

દેખી દેખી તુમારી ચાલ રે, ચિત્ત ચોર્યો હમારો પ્યારે. દેખી.

ચાલકી ચટકી ચિત્તમેં અટકી, દેખત ભઈ હું નિહાલ રે. ચિ.૧

ચાલ તિહારી ગજ અનુસારી, સુંદર ભાલ વિશાલ રે. ચિ.૨

ચંચલ ચલની ચંચલ ચિત્તવની, સોહન અધર પ્રવાલ રે. ચિ.૩

અવધપ્રસાદ આઈ રહો અંતરે, લટકાળા વૃષલાલ રે. ચિ.૪


પદ ૪

સૂની સૂની તિહારી બાત રે, મન મોહ્યો મોહન બનવારી. સૂની.

બતિયાં તિહારી અતિ સુખકારી, સૂનત કછુ ન સોહાત રે. મ.૧

બતિયાં સૂનત મેરો મન હર લીનો, શ્યામ સુંદર સાક્ષાત્‌ રે. મ.૨

સૂની તેરી બતિયાં ઠરત હે છતિયાં, સો સુખ કહ્યો ન જાત રે. મ.૩

અવધપ્રસાદ શ્યામ છબી નીરખી, અંતર અતિ સુખ પાત રે. મ.૪



શબ્દાર્થ સૂચી

પદ ૧

હમારી ઓર - અમારી પાસે

મોર - મારા


પદ ૨

નેન બાનકી - નેન બાણ

કિર – જ્યોત

દીપ - દીવો


પદ ૩

ગજ અનુસારી - હાથી જેવી

વૃષલાલ - ધર્મલાલ, ધર્મપુત્ર


પદ ૪

કછુ ન સોહાત - બીજું કંઈ નથી ગમતું