૮. હરિ મિલે બોરસડી કી છૈયાં
રાગ ઠુમરી
પદ ૧
હરિ મિલે બોરસડી કી છૈયાં. હરિ...
મેં જ્યું ગઈતી જલ ભરનેકું, હસી બોલાઈ મોરે સૈયાં. હ.૧
શ્વેત પાઘ શિર સોહત સુંદર, ફૂલતોરા લટકૈયાં. હ.૨
કેસર તિલક ભાલ બિચ નીરખી, લપકી પરી પૈયાં. હ.૩
અવધપ્રસાદ કે મન હર લીનો, સહજાનંદ સુખદૈયાં. હ.૪
પદ ૨
પ્યારી લાગે મોહનજી કી બતિયાં. પ્યારી.
બતિયાં સૂનત મેરો મન હર લીનો, કરીકે નેહદિન રતિયાં. પ્યા.૧
સુંદર મૂરતિ ધર્મકુંવરકી, નીરખી હરખી છતિયાં. પ્યા.૨
લટક લટક હરિચાલ ચલત હે, લાજત રતિપતિ અતિયાં. પ્યા.૩
અવધપ્રસાદ કે ચિત્તમેં ગડ ગઈ, ચલત હંસ હરિ ગતિયાં. પ્યા.૪
પદ ૩
દેખી મોહી શ્યામ શિર પગિયાં. દેખી.
પગિયાં કે શિર પેચ ઝૂકે હે, વામ શ્રવન પેં લગિયાં. દે.૧
ભક્તિ ધર્મસુત છેલ છબીલે, નીરખી થકિત એક ટગિયાં. દે.૨
નાસિકા નિકટ તિલ એક સુંદર, વામ શ્રવન તિલ ઝગિયાં. દે.૩
અવધપ્રસાદ કે નાથ નિરંતર, રહો મેરી અંખિયન અગિયાં. દે.૪
પદ ૪
હરિ બૈઠે જેતલપુર બગિયાં. હરિ.
શ્રી ઘનશ્યામ માધુરી મૂરત, શ્વેત બસન ધરે પગિયાં. હ.૧
બટ તુરતર કીન સભા શુભ, શિવ બ્રહ્મા આયે અગિયાં. હ.૨
નીરખી મૂર્તિ શ્યામ મનોહર, ઝળહળ જ્યોત ઝગમગિયાં. હ.૩
અવધપ્રસાદ નીરખી યહ શોભા, ચરનકમલ ચિત્ત લગિયાં. હ.૪
શબ્દાર્થ સૂચી
પદ ૧
છૈયાં – છાંયો
સૈયાં – પ્રિયતમ
લપકી પરી પૈયાં - લળીને પગમાં પડી
પદ ૨
નેહ – સ્નેહ
અતિયાં – અતિ
રતિપતિ – કામદેવ
ચિત્તમેં ગડ ગઈ - ચિત્તમાં ઊંડી ઊતરી ગઈ
પદ ૩
પગિયાં – પાઘ
અંખિયન અગિયાં - આંખો આગળ
પદ ૪
બટ તરુવર - વટવૃક્ષ, વડ