૨. મિલે ઘનશ્યામ રી મોયે

રાગ જંગલો


પદ ૧

મિલે ઘનશ્યામ રી મોયે મિલે ઘનશ્યામ રી.

જમુનાંકે નીરે તીરે ઘેન ચરાવત, હાથ લકુટિ લિયે ઓઢે કારી કામરી. મો.૧

મેં જમુનાં જલભરન ગઈતી, બિચ ડગરમેં ઠાઢો સુખધામરી. મો.૨

બંકી પાઘ શિર બંકી કલંગી, નીરખી વદન જન હોત નિષ્કામરી. મો.૩

અવધપ્રસાદ કે નેનુંકે આગે, મૂર્તિ છબીલી ધરી રહું આઠો જામરી. મો.૪


પદ ૨

ધરમકુમાર નીરખે ધરમકુમાર, નીરખે ધરમકુમાર.

શ્વેત પાઘ શિર સોહત સુંદર, શ્વેત પુષ્પ તોરા હરિ શિર ધાર. ની.૧

કેસર તિલક ભાલ બિચ સોહે, કાનમેં કુંડળ મકરાકાર. ની.૨

શ્વેત સુરવાર પે’રી શ્વેત અંગરખી, શ્વેત કમર કસી શ્વેત મોરી હાર. ની.૩

અવધપ્રસાદ હરિકૃષ્ણ છબી પર, તન મન ધન લઈ વારું કોટી વાર. ની.૪


પદ ૩

મોહનલાલ નીરખે મોહનલાલ, નીરખે મોહનલાલ.

સાંવરી સૂરત માધુરી મૂરત, નીરખી નીરખી જન ભયે હે નિકાલ. ની.૧

કાન બિચ મોતી સોહે ચિત્તવની ચિત્ત મોહે, લટક લટક ચાલ હાથમેં રૂમાલ. ની.૨

બાંયે બાજુબંધ સાર ઉરપેં ગુલાબી હાર, કડાં વેઢ વીંટી પહિરે ભાલ વિશાલ. ની.૩

અવધપ્રસાદકે રહો દગ આગે, મૂર્તિ રંગીલી કર તુલસી કી માલ. ની.૪


પદ ૪

નેનુંમેં રાખું નાથજી, નેનુંમેં રાખું.

ચટક ચટક ચાલે પહેરી પાદુકા, ઘર મોરે આઈ રહો સખા સંગ સાથ જી. ને.૧

શષ્વેત ખેસ પે’રી પિછૌરી ઓઢી, કંચન પાટ બેઠી કરહું સનાથ જી. ને.૨

ભાતભાત કે ભોજન સુંદર, થાર જમો રહો કરું પૂજા હાથ જી. ને.૩

અવધપ્રસાદ અરજ સૂનો થોરી, મૂરતિ તિહારી નિત્ય રહો મોરે સાથ જી. ને.૪



શબ્દાર્થ સૂચી

પદ ૧

ધેન ચરાવત - ગાયો ચરાવતાં

મોયે મિલે - મને મળ્યા

લકુટિ લિયે - લાકડી લઈને

કારી કામરી - કાળી કામળી

જલ ભરન - જળ ભરવા

બિચ ડગરમેં ઠાઢો - માર્ગ વચ્ચે ઊભેલા

બંકી પાઘ, બંકી કલંગી - વાંકી પાઘ, વાંકી કલગી

વદન – મુખકમળ

નેનુંકે આગે - આંખ આગળ

આઠો જામ - આઠે પહોર


પદ ૨

સોહન - શોભે છે

મકરાકાર - માછલીની આકૃતિવાળાં

સુરવાર - સુરવાળ


પદ ૩

સાંવરી સૂરત – ઘનશ્યામવર્ણ

માધુરી મૂરત - મધુર સ્વરૂપ, મૂર્તિ

ભયે હે નિહાલ - ન્યાલ થયા છે.

પહિરે - પહેરી છે.

દગ આગે - આંખો સામે, નજર સામે.


પદ ૪

પાદુકા – ચાખડી

પિછૌરી ઓઢી - પછેડી ઓઢી

કંચન પાટ - સોનાની પાટ

થાર – થાળ

થોરી – થોડી

તિહારી - તમારી