૫૧. એરી સખી નીરખેં મેં રૂપ રસાલકું
રાગ કાફી હોરી, તાલ અડીલ
પદ ૧
એરી સખી નીરખેં મેં રૂપ રસાલકું. એ.
શોભા ધામ શ્યામ સુખસાગર, નાગર ધર્મકે લાલકું. એ.૧
ખેલત હોરી મોહન બરજોરી, કરત નવીન ખ્યાલકું;
અવધપ્રસાદકે નાથ મોરે પર, ડારત રંગ ગુલાલકું. એ.૨
પદ ૨
એ સખી નીરખે મેં ધર્મકુંવરકું. એ.
નરનારાયણ મંદિર આગે, ગાવત રાંગ ઘુમારકું. એ.૧
શ્રી ઘનશ્યામ મનોહર મૂરતિ ખેલત જનકે ઉર ધારકું;
અવધપ્રસાદ કે નાથકો મહિમા, કહત વેદ પુકારકું. એ.૨
પદ ૩
એ સખી ખેલત ધર્મ કિશોરવા. એ.
કર પિચકારી લિયે બનવારી, ડારત રંગ બરજોરવા. એ.૧
મેં જ્યું ગઈતી હરિ નીરખનકું, જેસેં હી ચંદ ચકોરવા;
અવધપ્રસાદકે નાથ સલૂને, હર લીનો મન મોરવા. એ.૨
પદ ૪
એ સખી રંગ રમત છેલવા. એ.
રંગ ઉમંગ ભરી પિચકારી, રંગ ડારત રંગ રેલવા. એ.૧
પહિરે પોશાંગ રંગભર સુંદર, શ્યામ ચતુર અલબેલવા;
અવધપ્રસાદ રંગ લહી રસિયો, મિલ્યો હે ગેલ અકેલવા. એ.૨
શબ્દાર્થ સૂચી
પદ ૨
પુકારકું - પોકારીને, દૃઢપણે કહેવું
પદ ૩
મોરવા - મારું
પદ ૪
પોશાંગ - પોશાક, વસ્ત્રો
અલબેલવા - અલબેલો, ઉદાર, પરોપકારી, સુંદર
ગૈલ - રસ્તો, માર્ગ
અકેલવા - એકલા