૩૦. મોહન મન ભાવતા

રંગ જંગલો


પદ ૧

મોહન મન ભાવતા, બાંસુરી બજાવતા. મોહન.

કાંધે કામરિયાં, હાથ લકુટિયાં; ધેન ચરાવે મુખ ગાવતા. બાં.

શિર સોહે પીર પાઘ તોરા, ઝૂકે વામ ભાગ;

નેનહું સેં સુખ ઉપજાવતા. બાં.૧

ઉર બનમાલ ધારી, કેસર તિલક ભારી;

ધેન ચરાઈ વજ્ર આવતા. બાં.૨

અવધપ્રસાદ વારી, મૂરતિ લાગત પ્યારી;

સુંદર બદન દેખાવતા. બાં.૩


પદ ૨

કાંનૈયો મેરો યાર વે, પ્રીતમ પ્યાર વે. કાંનૈયો.

પ્રીત લગાઈ, મેરો મન હર લીનો; પ્રેમ કટારી મારી પારવે. પ્રી.૧

મોર મુગટ, પીતામ્બર મોરલી; ઉર ધારે મોતીયન હાર વે. પ્રી.૨

લટક લટક, આવત ગૃહ મોરે; હસકે બોલાવે વ્રજનાર વે. પ્રી.૩

અવધપ્રસાદ કે આઈ રહો અંતર; શ્યામ ન દિજ્યો બિસાર વે. પ્રી.૪


પદ ૩

સાંવરિયો સુખદેન રે, બોલે મીઠે બેન રે. સાંવરિયો.

બેન સૂની, અબ ભઈહું દીવાની; પરત નહિ પલ ચેન રે. બો.૧

સુંદર મૂરતિ, શ્યામ સુંદરકી; નીરખી બદન રાખું નેન રે. બો.૨

પ્રીતમ સંગ, પ્રીત રહો મોરી; કબહું ન છૂટે દિન રેન રે. બો.૩

અવધપ્રસાદ કે નાથકી છબી પર, વાર વાર વારું કોટિ મેન રે. બો.૪


પદ ૪

મોહન બનવારી, કુંજબિગારી રે. મોહન.

વ્રજનારી સંગ યારી કરે, નિત ખ્યાલ ભારી;

નટવર કૃશ્ન મોરારિ. કું.૧

પ્રીત કરી મન હરિ, બસ કર ડારી;

પ્રીત નવલ રહો પ્યારી. કું.૨

સકલ શૃંગાર સોહે, ચિત્તવની ચિત્ત મોહે;

અંત અંગ છબી સોહે સારી. કું.૩

અવધપ્રસાદ રહે નિશ વાસર,

નંદકુંવર ઉર ધારી. કું.૪



શબ્દાર્થ સૂચી

પદ ૨

યાર – મિત્ર

મોતીયન – મોતીનો

ન દિજ્યો બિસાર વે - વિસારી ન દેજો


પદ ૩

બેન – વેણ

કબહું - ક્યારેય પણ

મેન - કામદેવ


પદ ૪

બસ કર ડારી - વશ કરી લીધી

યારી – મિત્રતા

શૃંગાર – શણગાર

નિશ વાસર - રાત દિવસ