૪૭. મોહન બનવારી, ખેલે હોરી

રાગ કાફી હોરી


પદ ૧

મોહન બનવારી, ખેલે હોરી લે પિચકારી. મોહન.

અબિલ ગુલાલ કી ધૂમ મચાવત,

શ્યામ સુંદર રસિયો સુખકારી. મો.૧

ચંદન અત્તર, લેપ કરી અંગે,

પ્રેમ મગન કિયે સબ નરનારી. મો.૨

ઊડત ગુલાલ લાલ ભયે અંબર,

ભીંજ ગઈ સબકી નઈ સારી. મો.૩

અવધપ્રસાદ નાથકી મૂરતિ,

રહો નિરંતર અંતર પ્યારી. મો.૪


પદ ૨

શ્યામરો સુખદાઈ, ખેલત રંગ ધૂમ મચાઈ. શ્યામરો.

ધૂમ મચાઈ મોરે ઘરું આઈ,

કહા કહું કછુ કહી ન જાઈ. શ્યા.૧

કેસર રંગ ધારી શિર પગિયાં,

ભાલ તિલક બિચ સંદ સોહાઈ. શ્યા.૨

અરુન કમલ દલ નેન, મનોહર,

વામ શ્રવન તિલલખિ સુખ પાઈ. શ્યા.૩

અવધપ્રસાદ કે નાથકી મૂરતિ,

નીરખી હરખી અંતર ઠહરાઈ. શ્યા.૪


પદ ૩

હરિવર સુખકારી, હોરી ખેલે નવલ બિહારી. હરિવર.

નીરખી વદન શુભ શ્યામ સુંદરકો,

ત્રિવિધ તાપ સબ દિયે નિવારી. હ.૧

નેન બેન સુખદેન મનોહર,

બાહુ ઉભય અભય કર ભારી. હ.૨

ઉર વિશાલ વિચ ચિહ્‌ન મનોહર,

નીરખી ધ્યાન ધરે અજ ત્રિપુરારિ. હ.૩

અવધપ્રસાદ શ્યામકી મૂરતિ,

નિશદિન અંતરમાંહી ઉતારી. હ.૪


પદ ૪

અંખિયાં રંગદીની, શ્યામ મોહે બાવરી કીની. અંખિયાં.

અબિલ ગુલાલ ખેલ કરી મોહન,

રંગ ડારી મોરી સારી નવીની. અં.૧

ખેલત હોરી મોરે સંગ દોરી,

કર પકરી ફારી ચૂનર ઝીની. અં.૨

કેસર રંગ ઉમંગ શું લે કરી,

અંગોઅંગ કીની રંગભીની. અં.૩

અવધપ્રસાદ કે રંગભર મૂરતિ,

પ્રીત સહિત અંતર ધરી લીની. અં.૪



શબ્દાર્થ સૂચી

પદ ૧

અંબર – આકાશ

નઈ સારી - નવી સાડી


પદ ૨

લખી - નિહાળી, નીરખી


પદ ૩

બેન – વાણી

સુખદેન - સુખ આપનાર

વિચ – વચ્ચે

અજ - બ્રહ્મા


પદ ૪

ફારી – ફાડી

ચૂનર ઝીની - ઝાણી ચૂંદડી