૫૨. એરી સખી શ્યામ સુંદર સુખકારી
રાગ જંગલો હોરી
પદ ૧
એરી સખી શ્યામ સુંદર સુખકારી,
હોરી ખેલત કર લહી પિચકારી. શ્યા.
ખેલ મચાઈ શ્યામ સુખદાઈ, રંગ ડારી મોરી સારી. હો.૧
અબિલ ગુલાલકી ધૂમ મચાવત, રંગસેં રોરી મોયે ડારી. હો.૨
રંગ ડારી કછુ જાદુ કિયો હે, શ્યામ ચતુર બનવારી. હો.૩
અવધપ્રસાદ કે નાથ સાંવરે, હર લીની સૂધ હમારી. હો.૪
પદ ૨
એરી સખી રંગભર ખેલત હોરી,
શ્રી ઘનશ્યામ રસિક રંગભીનો. રંગ.
કર કંચન પિચકારી લાહી હરી, રંગ છીરકત ચહુંકોરી. શ્રી.૧
આય અચાનક સુંદર શ્યામરે, રંગ ગાગર શિર ઢોરી. શ્રી.૨
સુંદર શ્યામ બદનકું નીરખત, પંકજ ચંદ લજોરી. શ્રી.૩
અવધપ્રસાદ કહત હરિસંગે, પ્રીતિ રહો અબ મોરી. શ્રી.૪
પદ ૩
એરી સખી રૂપ જોબન બનવારી,
નીરખત મન હર લીનો હમારો. રૂપ.
પીરે રંગ સોહત શિર પગિયાં, શેખર જૂત લગે સારી. ની.૧
સોહત સુંદર નવીન જલદ સમ, પીત બસન તન ધારી. ની.૨
લોચન અરુન કમલ દલ નૌતમ ભ્રકુટિ ભમરવત કારી. ની.૩
અવધપ્રસાદ કહત મનરંજન, મૂરતિ ઉરમેં ઉતારી. ની.૪
પદ ૪
એરી મોરે નેનાં નિહારી રહ્યોરી,
ચંચલ ચિત્તવની ચિત્તકે ચોર. મોરે.
જબસેં નિહારી શ્યામ સુખકારી, તબસેં આનંદ ભયોરી. ચં.૧
સુખકે સદન શુભ વદન મનોહર, ચિત્તવા ચોર લયોરી. ચં.૨
નટવર નાગર રૂપ ઉજાગર, હરવા તોરિ દયોરી. ચં.૩
અવધપ્રસાદ કહત આઈ મોકું, મરમ કે બચન કહ્યોરી. ચં.૪
શબ્દાર્થ સૂચી
પદ ૨
પંકજ – કમળ
લજારી - શરમાવું
પદ ૩
નવીન જલદ - નવું કમળ
ભમરવત કારી - ભમરા જેવી કાળી
પદ ૪
વદન – મુખકમળ
મરમ કે બચન - મર્મનાં વચન, રહસ્ય વચન