૩૫. સૂન સજની બતિયાં મોરી
રાગ ઠુમરી
પદ ૧
સૂન સજની બતિયાં મોરી, ગયો ધર્મકુંવર ચિત્ત ચોરી. સૂ.
હરિ સારે કારે પ્યારે, તોરી પ્રીત પુરાની યારે;
વૃષદુલારે શ્યામ હમારે, હાંરે ગયો છેલ ચતુર બરજોરી. સૂ.૧
ભયે જ્ઞાની ધ્યાની માંની, સાધે જોગ શું છેલ ગુમાની;
એહી તમારે નેનકે તારે, હાંરે કબ મિલી હે જીવનદોરી. સૂ.૨
સુખકારી બિસારી મોરારિ, ગયે ત્યાગ કરી ઘરબારી;
એહી પ્રભુ આઈ કબહી બોલાઈ, કહે અવધપ્રસાદ કર જોરી. સૂ.૩
પદ ૨
ઘનશ્યામ બિસારે પ્યારે, હે મંગલકારી હમારે. ઘ.
હરિ જોરી તોરી મોરી, ભયો દુઃખ કહું કર જોરી;
નિંદ ન આવે કછુ ન સોહાવે, હાંરે સૂધ લીજો ન દીજો વિસારી. ઘ.૧
હરિ ચરને વારને તરને, ભવસાગર પાર ઊતરને;
એહી હરિ પ્યારે અંતરધારે, હાંરે કબ આઈ મિલે સુખકારે. ઘ.૨
પરદેશ વિદેશ બસૈયા, કછુ ખબરી ન લૈ બલભૈયા;
એહી હરિ ન્યારે, પ્રાન હમારે, હાંરે આવે અવધપ્રસાદ ઉર ધારે. ઘ.૩
શબ્દાર્થ સૂચી
પદ ૧
વૃષદુલારે – ધર્મપુત્ર
ઘરબારી – ઘરબાર
કર જોરી - હાથ જોડી
પદ ૨
સૂધ – ખબર
બસૈયા – વસ્યા
ખબરી - ખબર