૧૭. સૂની સૂની સાંવરિયા છેલ રે

રાગ જંગલો આદિ ત્રિતાલ


પદ ૧

સૂની સૂની સાંવરિયા છેલ રે, તોરી બંસી મધુરે સ્વર બાજી. સૂની.

બંસી સુનાઈ મેરો પ્રાન હર્યો હે, સુંદરવર અલબેલ રે. તો.૧

બંસી બજાઈ જીયા લલચાઈ, બસ કીની રંગરેલ રે. તો.૨

કાલિંદી તટ ધેન ચરાવત, મારત નેંન હસ ખેલ રે. તો.૩

અવધપ્રસાદ કે’ ચિત્તમેં બસ ગઈ, મોરલી મરમ ભરેલ રે. તો.૪


પદ ૨

લગે લગે નયન કે બાન રે, તેરે શ્યામ સુંદર બનવારી. લગે.

નેનકી સેં નમેં જીયરા હર્યો મેરો, ભૂલી હું ભોજન પાન રે. તે.૧

માધુરી મૂરત દેખી તિહારી, બિસર ગઈ તન ભાન રે. તે.૨

પહિરે ભૂષન બસન મનોહર, નીરખી ભઈ ગુલતાન રે. તે.૩

અવધપ્રસાદ કે મન હર લીનો, કરી કરી નૌતમ ગાન રે. તે.૪


પદ ૩

પીરી પીરી દેખી શિર પાઘ રે, ચિત્તચોર લંગરવા તેરી. ચલી.

ટેઢી પાઘ શિર ટેઢી કલંગી, ઝૂકી રહી વામ ભાગ રે. ચિ.૧

ઉર પર હાર હજારી લલકે, વામ શ્રવન મન લાગ રે. ચિ.૨

શ્રી ઘનશ્યામ તેરી સુંદર મૂરતિ, નીરખી ભઈ બડભાગ રે. ચિ.૩

અવધપ્રસાદ કહે રહો મેરે, નંદકુંવર સંગ રાગ રે. ચિ.૪


પદ ૪

ચલી ચલી ચટકતી ચાલ રે, ચિત્ત ચોર્યો કનૈયે કારે. ચલી.

ચાલકી ચટકી અંતર અટકી, નીરખી ભઈ હું નિહાલ રે. ચિ.૧

ચલત હે ચાલ પહિરે બનમાલ, કર ગ્રહી માલ રૂમાલ રે. ચિ.૨

ચાલ ચલત ગૃહ આવત મોરે, ઓઢે શાલ વિશાલ રે. ચિ.૩

અવધપ્રસાદ કે’ રહો ઉર મેરે, નંદમહર કે લાલ રે. ચિ.૪



શબ્દાર્થ સૂચી

પદ ૧

બસ કીની - વશ કીધી

કાલિંદી તટ - જમુના કિનારે


પદ ૨

નેનનકી સેંનસેં - આંખના ઇશારાથી

ભોજન પાન - ખાવુંપીવું


પદ ૩

ટેઢી કલંગી - વાંકી કલગી

વામ ભાગ - ડાબી બાજુ

વામ શ્રવન - ડાબો કાન


પદ ૪

ગૃહ – ઘર

નિહાલ - ન્યાલ