૨૩. હોત પ્રાત ઘનશ્યામ જગાવે

રાગ ભૈરવ


પદ ૧

હોત પ્રાત ઘનશ્યામ જગાવે, ભક્તિ માત સુખકારી. ટેક.

મેવા પાન લિયે કર સુંદર, ભરી કંચન કી ઝારી. હો.૧

શિરપેં જટા અંગે વિભૂતિ, દ્વાર ઠાઢે ત્રિપુરારિ; હો.

ભક્તિ માતકું કહે કર જોરી, દર્શન દેવે મોરારિ. હો.૨

સુંદર બદન ચંદ સમ સોહે, ઊઠે શ્યામ બનવારી; હો.

પિવત દૂધ સાકર લઈ સારી, નીરખી હરખી નરનારી. હો.૩

ધર્મદેવકે અંગન આગે, ભૌર ભઈ અતિ ભારી; હો.

અવધપ્રસાદ નીરખી યહ મૂરતિ, લહિ અંતરમેં ધારી. હો.૪


પદ ૨

પ્રીત કરી હરિ દૂધ પીવાવે, ભક્તિ માત ઉર લાઈ. પ્રી.

ચંદન અત્તર લેપ કર અંગે, ચુંમત લાલ બોલાઈ. પ્રી.૧

ઠનુક ઠનુક પગ નેપુર બાજે, લહિ ઝંગુલી પહિરાઈ; પ્રી.

શિરપેં ટોપી કાનમેં મોતી, નીરખી હરખી રહી માઈ. પ્રી.૨

પુરુષોત્તમ અક્ષરપુરવાસી, મનુષ્ય દેહ ધરી આઈ; પ્રી.

ધર્મદેવકે લાલકું દેખી, જન્મ મરન દુઃખ જાઈ. પ્રી.૩

ચંચલ મૂર્તિ શ્યામ સુંદરકી, નિત નિત પ્રીત બઢાઈ; પ્રી.

અવધપ્રસાદ એહી લાલનકું, નીરખી અંતર સુખ પાઈ. પ્રી.૪


પદ ૩

ધર્મ દેવ સુત સુંદર જાની, વિદ્યા વિવિધ પઢાવે. ધ.

સુખ મનોહર દેખી લાલકો, મનમેં મુદ અતિ લાવે. ધ.૧

ધર્મશાસ્ત્ર વેદાંત કે સુંદર, લહિ ગુટકા બનવાવે; ધ.

થોરે દિવસ મહીં શ્યામ પઢી રહે, આનંદ ઉર ન સમાવે. ધ.૨

ધર્મ વૈરાગ્ય કી બાત કરત હરિ, બાલક કું સમજાવે; ધ.

પ્રગટ પ્રમાન શ્રી પુરુષોત્તમ, શાસ્ત્ર કો સાર સુનાવે. ધ.૩

નારાયન સર સ્નાન કરત હરિ, બહુત ચરિત્ર દેખાવે; ધ.

અવધપ્રસાદ ચરનામૃત લેવે, અક્ષરધામ સો જાવે. ધ.૪


પદ ૪

શ્રી ઘનશ્યામમ વૈરાગ્ય કું પરાઈ, તીરથ કરન સિધારે. શ્રી.

રામપ્રતાપ રુ ઇચ્છારામ દોઉં, ભ્રાત કું ઢૂંઢત હારે. શ્રી.૧

મુક્તનાથ મહાવિષ્નુ દરશ હિત, ચલે હરિ સુખકારે; શ્રી.

દર્શન દેવ કે કરી કે નૌતમ, અનંત જીવ ઉદ્ધારે. શ્રી.૨

શ્રી પુરુષોત્તમ પ્રગટ હરિ હે, તીરથ પાવનકારે; શ્રી.

જે જન આઇ કરે હરિ શરનો, જનમ મૃત્યુ દુઃખ ટારે. શ્રી.૩

કાલ મૃત્યુ કો ભય અતિ ભારી, ઔર ન ટારન હારે; શ્રી.

અવધપ્રસાદ નિરંતર એહી, નીલકંઠ ઉર ધારે. શ્રી.૪



શબ્દાર્થ સૂચી

પદ ૧

અંગન આગે - આંગણા આગળ

ભીર - ભીડ


પદ ૨

નેપુર – ઝાંઝર

પહિરાઈ - પહેરાવી


પદ ૩

મુદ – આનંદ

થોરે – થોડા

પ્રમાન - પ્રમાણ


પદ ૪

ઢૂંઢત - શોધીને