૨૮. નર નારાયણ સ્વામિનારાયણ

રાગ જંગલો


પદ ૧

નર નારાયણ સ્વામિનારાયણ, ભજ મન પ્રગટ બિરાજે હરિ. ન.

અક્ષર પર પુરુષોત્તમ સ્વામી, મનુષ્યદેહ હરિ આયે ધરી;

જેહી જન આઇ લેહે ઇન શરનો, તીનકે પાપ સબ જાત જરી. ન.૧

કોટી કોટી ભવ ભટકત બિતે, નરક ચોરાશી નાંહી ટરી;

પ્રગટ નીર બિનું પ્યાસ ન જાવે, તેંસે પ્રોક્ષ જીય ભજન કરી. ન.૨

જનમ મરન કો ત્રાસ હે ભારી, પ્રગટ વિના કહો કૈસે તરી;

ફૂટી આંખ અંધ ગુરુ કરી કે, ભવ ભટકી જીવ જાત મરી. ન.૩

પ્રગટ પ્રતાપ ભયો અવની પર, આંખ અસુરન ના ઉધરી;

અવધપ્રસાદ પરમ પદ પાવે, સહજાનંદ પદ કમલ પરી. ન.૪


પદ ૨

કૃશ્ન હરિ હરિકૃશ્ન મનોહર, ભજીલે નર ઉર ધારી રે. કૃ.

શેષ શારદા પાર ન પાવે, નિગમ કહત પોકારી રે;

એહી ઘનશ્યામ કો સમરનકરી લે, મીટહી ભવ દુઃખ ભારી રે. કૃ.૧

સુંદર શ્રી ઘનશ્યામ સદાઈ, શરનાગત સુખકારી રે;

એહી છબી અંતરમેં ધરી લેં, દેત ગર્ભ દુઃખ ટારી રે. કૃ.૩

અધમ ઉધાર પતિત કે પાવન, ભક્ત વત્સલ ભયહારી રે;

એસેં હરિ સુખકારી વિસારત, સો નર હોત ખુવારી રે. કૃ.૪

જહી જન આઈ રહે ઈન શરને, હો ગયે ભવજલ પારી રે;

અવધપ્રસાદ નાથકી છબીપેં, વાર વાર બલિહારી રે. કૃ.૪


પદ ૩

નીલકંઠ વૈકુંઠ નાથ શું, પ્રીત કરી સુખદાઈ રે. ની.

માતાપિતા અરુ ભ્રાત નારી સંગ, પ્રીત નરક લહી જાઈ રે;

સુખકારી ઘનશ્યામ શરન મેં, ભવ ભટકત ફિરનાઈ રે. ની.૧

કામ ક્રોધ મદ લોભ મહા રિપુ, તે સંગ પ્રીત બઢાઈ રે;

ધર્મ કરમ સત્સંગ ન કીનો, સૂધા તજી વિષ ખાઈ રે. ની.૨

કાળ વ્યાલ શિર દુઃખ હે ભારી, દે ઘનશ્યામ મિટાઈ રે;

ભવસાગરમેં પાર ઉતારે, અખંડ શ્યામ રહે આઈ રે. ની.૩

શ્રી મહારાજ આશરો રાખી, ભજન કરો મુદ પાઈ રે;

અવધપ્રસાદ નિરંતર એહી, સહજાનંદ મત ભાઈ રે. ની.૪


પદ ૪

સહજાનંદ મહારાજ હમારે, સુંદરવર સુખરાશિ રે. સ.

શ્રી પુરુષોત્તમ પ્રગટ આયકે, ટારત કાળકી ફાંસી રે;

દુઃખ નિવારન ભવજલ તારન, કરે અક્ષર કે વાસી રે. સ.૧

ધ્યાન ધારના અખંડ સમાધિ, દેખાવે અવિનાશી રે;

અંતરમાંહી હરિકું ધારે, અખંડ મન રહે પાસી રે. સ.૨

પ્રગટ પ્રમાન દેખી યહ મૂરતિ, જગસેં હોત ઉદાસી રે;

દેખે દિવ્ય મૂર્તિ હરિ અંતર, અંતકાલમેં આસી રે. સ.૩

અનંત અવતાર ધરે અવની પર, બહુત ચરિત્ર દેખાસી રે;

અવધપ્રસાદ અખંડ યહ મૂરતિ, લહી અંતરમેં વાસી રે. સ.૪



શબ્દાર્થ સૂચી

પદ ૧

બિતે – વિત્યા

પ્યાસ – તરસ

પ્રોક્ષ – પરોક્ષ

ઉઘરી – ઊઘડી

પદકમલ – ચરણકમળ

પરી - પડી


પદ ૨

નિગમ – વેદ

સમરન – સ્મરણ

ભક્તવત્સલ – ભક્તાધિન

ખુવારી – વિનાશ

પારી - પાર કર્યું


પદ ૩

સૂધા – અમૃત

વ્યાલ - સર્વ, ચિત્તો


પદ ૪

દેશાસી – દેખાડી

લહી - લઈ