૩૨. શ્રી ઘનશ્યામ શ્રી ઘનશ્યામ
રાગ કલ્યાણ ચૌતાલ
પદ ૧
શ્રી ઘનશ્યામ શ્રી ઘનશ્યામ, દેખી લાજે કોટીક કામ;
સુંદર શોભા ધામ. શ્રી.
શિર બાંધે લાલ પાગ, ઝૂક રહી વામ ભાગ;
કેસર તિલક ભાલ સુખધામ. શ્રી.૧
અધમ ઉધાર નામ, રટહું મેં આઠો જામ;
મૂરતિ પૂરનકામ સંતહુંકે વિશ્રામ. શ્રી.૨
અવધપ્રસાદ કહે, ધર્મલાલ ચિત્ત રહે;
સોહત સલૂની છબી અભિરામ. શ્રી.૩
પદ ૨
શ્રી સહજાનંદ સ્વામી શ્રી સહજાનંદ સ્વામી;
ઉર ધારે સુખધામી, બાંય ગ્રહી બહુનામી. શ્રી.
પીત પટવારે પ્યારે, ઓઢત દુશાલ સારે;
ઉર બનમાલ દેખી સુખ પામી. શ્રી.૧
પીરો ભારી કિનખાબ, આંગા પહિરે ઓપે આપ;
છાયો હે અતિ પ્રતાપ દર્શ જાકો હે દુરાપ. શ્રી.૨
અવધપ્રસાદ માગે, રહો છબી મોરે;
વાર વાર પાય લાગે શિરનામી. શ્રી.૩
શબ્દાર્થ સૂચી
પદ ૧
અધમ ઉધાર - પાપીઓનો ઉદ્ધાર કરનાર
પૂરનકામ – પૂર્ણકામ
સલૂની - સલૂણી, સુંદર
પદ ૨
બાંય ગ્રહી - હાથ ઝાલી
ઓપે – શોભે
દુરાય – દુર્લભ
દર્શ – દર્શન
શિરનામી - માથું ઝુકાવી