૧૦૨

અનાદિના જોગથી નિષ્કામ એટલે અનાદિ થાય. એક પારસથી પારસ બને, તે પારસ ઉત્તમ છે; તેમ પોતા જેવા કરે તે અનાદિમુક્ત છે. ઉત્તમ રુચિવાળાને મહારાજ જરૂર એવો જોગ મેળવે આપણે તો મહારાજને સદાય સાથે રાખવા, દાસપણું રાખવું. સત્સંગમાં દાસપણું હોય એ જ ઊંચે દરજ્જે ચડે છે.