અખંડ તેલધારાવૃત્તિ મૂર્તિમાં રાખવી એ મૂર્તિ દેખ્યા તુલ્ય છે. મુક્ત મળ્યા વિના એકલા સાધનવાળાને મૂર્તિની પ્રાપ્તિ થાતી નથી અને સત્સંગ પણ દિવ્ય જાણી શકાતો નથી તેથી લૂખો રહે છે. જ્યારે અનાદિમુક્ત મળે ત્યારે કાર્ય કારણ ઓળખાય અને સત્સંગ બધો દિવ્ય જણાય ત્યારે મૂર્તિની પ્રાપ્તિ થાય; માટે કારણ જે મહારાજની મૂર્તિ તેને મૂકીને કાર્ય જે સત્સંગની સેવા હોય તો પણ મહારાજની મૂર્તિરૂપી નિશાનને ચૂકાવી દે છે.