૧૬

મોટાને તો નાત, જાત, વર્ણ, આશ્રમ તે કાંઈ છે જ નહિ. એ તો શ્રીજીમહારાજરૂપ છે ને શ્રીજીમહારાજના સંકલ્પથી અત્યારે મુક્તરૂપે દેખાય છે ને મુક્ત દ્વારા શ્રીજીમહારાજ સર્વ સત્સંગને સુખ આપે છે, દર્શન આપે છે, સેવા અંગીકાર કરે છે તથા વાતો કરે છે, માટે જેવા શ્રીજીમહારાજ દિવ્ય છે તેવા જ મુક્ત દિવ્ય છે એમ સમજીને મનુષ્યભાવ આવવા દેવો નહિ.