૩૮
શ્રીજીમહારાજના મહિમાનો પાર નથી, માટે સંત શ્રીજીમહારાજનો ને મુક્તનો મહિમા કહે તે સાચો માનવો. કોઈ પોતે શ્રીજીમહારાજ થાય તેની વાત ન સાંભળવી પણ દાસપણું રાખીને સ્વામી સેવકને ભાવે શ્રીજીમહારાજનો મહિમા ઘણો કહે તે માનવો. શ્રીજીમહારાજનો મહિમા તો અનાદિમુક્તો મૂર્તિમાં રહ્યા છે તેમનાથી પણ પૂરો કહેવાય તેમ નથી, માટે શાસ્ત્રની સાખ ન લેવી કેમ જે મુક્ત તો દેખીને કહે છે.