૬૪

આપણે મૂર્તિમાં રહેવું. મૂર્તિ મૂકવી નહિ. જો મૂર્તિ ભૂલ્યા તો ગોળીઓ આવે, માટે સભા સહિત મહારાજને પધરાવી લેવા; એકાંતિકથી પર પરમ એકાંતિક ને તેથી પર અનાદિ જુદા છે. "મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ." આદિ તે આ બેઠા જો ઓળખો તો; અને અનાદિ તે અક્ષરધામમાં બેઠા તે. જો મહારાજ ભેગા હશે તો બધું ય છે. મહારાજને મેલીને મોટા થાવું તે તો કાંઈ કામનું નથી.