૨૪

શ્રીજીમહારાજની મૂર્તિ અંતરમાં રાખે તો મોટાના આશીર્વાદ મળે છે. આ સમય એવો છે જે છતી દેહે શ્રીજીમહારાજની મૂર્તિમાં રહેવાય; પણ જીવમાં અજ્ઞાન રહ્યું છે તેથી મહિમા સમજાતો નથી. જ્યાં ધારીએ ત્યાં મહારાજ ને મોટા પ્રત્યક્ષ છે; કેમ જે એ તો સ્વતંત્ર છે અને સાધનિકને પણ તેજમાં બેઠેલા છે, એમ પોતે દેખે છે. જ્યાં અનાદિમુક્ત હોય તે સ્થાન તો બહુ જ ભારે છે એટલે અક્ષરધામ તુલ્ય છે. મહારાજને અર્થે થાળ કરીને મૂર્તિને જમાડે છે તો મહાપ્રભુજી પ્રત્યક્ષ જમે છે, તેમ જ મુક્ત પણ જમે છે. આ લોકને વિષે કોઈક મોટો યજ્ઞ કરે તેમાં જે આવે તે ભૂખ્યો જાય નહિ, તેમ મોટાના જોગમાં જે આવે તે સુખિયા થયા વિના રહે જ નહિ.