૧૦૬
આ તો પ્રત્યક્ષ પુરુષોત્તમની સભા છે અને મોટા અનાદિના સંકલ્પ ચાલે છે. તે હજારો રૂપે થઈને હજારો જીવને અક્ષરધામમાં મૂકી આવે છે. એવા અનાદિમુક્ત જ્યાં રહેતા હોય ત્યાં જીવને અપરંપાર લાભ થાય છે. એવા અનાદિમુક્ત આ રહ્યા.
સૌના કારણ શ્રીજીમહારાજ છે. એ મૂર્તિને ખરેખર તેજોમય સમજવી. મનુષ્યભાવ કે પ્રતિમાભાવ એ મૂર્તિમાં નથી. દિવ્ય મૂર્તિ છે. જળસ્ જળસ્ તેજ છૂટે છે, અતિ તેજોમય છે. માટે એને વિષે મનુષ્યભાવ, પ્રતિમાભાવ ન સમજવો. આ સભા પ્રત્યક્ષ પુરુષોત્તમનારાયણની છે તેમાં બેઠા છો. આ સભામાં બેસવાનું ક્યાંથી મળે? જોગ ખરેખરો છે. આ જોગમાં પડી રહે તો કામ થઈ જાય માટે જોગ કરીને મૂર્તિમાં જોડાવું. તે જેમ વૃક્ષ સાથે છાલ વળગી છે તેમ મુક્ત મૂર્તિમાં વળગ્યા છે. અનાદિ જેમ વૃક્ષમાં રસ વ્યાપી રહ્યો છે તેમ મૂર્તિમાં જોડાઈ ગયા છે. તેવી રીતે આપણે મૂર્તિમાં જોડાવું. મોટાનો જોગ કરવાથી તેવું થવાય છે. મોટાના જોગ વિના તેવી પ્રાપ્તિ થાય નહિ. આ સભામાં અનાદિમુક્ત અને મહારાજ બિરાજે છે, ઝળળળ ઝળળળ તેજ ઝળકે છે. સૌ સંત જોઈને રાજી થાય છે, હસે છે, એ મહારાજ વિના આનંદ હોય નહિ.