૧૩૩
આપણને મહારાજ મળ્યા છે તે ન્યાલકરણ છે. તેમના મુક્ત પણ બીજું શું કરે? એ જ કરે. જેને જેને એ મળે તેને મહારાજના સુખે સુખિયા કરે છે. મહારાજ કહે છે કે અનંત મનવારો લાવ્યા છીએ. તે મહારાજના મુક્ત અનંતકોટિ જીવને ખણી ખણીને મૂર્તિમાં મૂકે છે તેથી મહારાજ અનંતગણી મોજ આપે છે. આ બધો ય શ્રીજીમહારાજનો દિવ્ય સાજ છે. તે જીવને અભયદાન આપે છે.