૨૮

શ્રીજીમહારાજ ને મુક્ત સાક્ષાત્ બિરાજે છે એવું જણાતું નથી ત્યાં સુધી મહિમા સમજાય નહિ ને સુખમાં પણ ફેર રહે. એ તો જ્યારે અનાદિમુક્તનો જોગ કરીને મૂર્તિનો સાક્ષાત્કાર થાય ત્યારે યથાર્થ મહિમા સમજાય. મહારાજનું સુખ તો બહુ જ જબરું છે, તે તો જો મોટાનો વિશ્વાસ રાખીને મંડે તો એ સુખની પ્રાપ્તિ થાય. મોટા તો દૃષ્ટિસેવને પણ સુખિયા કરે છે, મોટાની દૃષ્ટિથી સુખિયું થવાય છે. એકલા સાધનથી કેટલું થાય? સાધન ભેળી મોટાની કૃપા જોઈએ.