૧૪૨
મોટા અનાદિને વિષે વિશ્વાસ લાવવો અને એમ જાણવું જે એ જ્યાં છે ત્યાં મહારાજ પ્રત્યક્ષ બિરાજે છે. તે જેને આવા સત્સંગની જરાકે પ્રતીતિ હશે ને વિશ્વાસ હશે તેને તો તુરત હા જ પડશે. પણ જેને સત્સંગની ઠામુકી પ્રતીતિ નહિ હોય ને નાસ્તિકભાવ હશે તથા જે સત્સંગને કલ્પીત જાણતા હશે તેની તો વાત નથી કહેવી. કેમ જે મોટા આનાદિ છે તેમના દર્શનને તો મોટા મોટા અવતારાદિક ઇચ્છે છે. તે ઉપર દૃષ્ટિ રહે તો એ વાત સમજ્યામાં આવે.