૧૭
મોટાના આશીર્વાદથી મહારાજ પમાય છે. મહારાજના સુખમાં પહોંચ્યા કેડે નહાવું, ધોવું, ખાવું, પીવું, પૂજા એ આદિક કાંઈ ક્રિયા નથી. ત્યાં તો નવા નવા પ્રકારનાં સુખ આવે છે. તે મહારાજનું અને મુક્તનું ભેળું સુખ આવે છે. જેમ શીરામાં ઘી, ગોળ, ઘઉં, સાકર એ સર્વેના જુદા જુદા ભાવ જણાય છે, ને જેમ ખીચડીમાં તજ, લવિંગ, મીઠું એ આદિક જે જે વસ્તુ હોય તે સર્વેના જુદા જુદા ગુણ ને ભાવ જણાય છે; તેમ મહારાજના સુખના ને મુક્તના સુખના ભાવ જુદા જુદા જણાય છે.