૧૨૦

આજ તો મોટા અનાદિ શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ પ્રવર્તાવે છે અને મનવારો ભરી ભરીને અક્ષરધામમાં મોકલાવે છે. આવા મોટાનો જોગ કરીએ તો મહારાજને વિષે દિવ્યભાવ આવે, નિ:સંશય થવાય.

સૂર્યના રથમાં બેઠા તેને રાત્રી દિવસ નથી. એમ મૂર્તિ આકારે દૃષ્ટિ થઈ તેને કાળ નથી, કર્મ નથી, દિવસ નથી, રાત નથી, અવસ્થા નથી. એને તો પુરુષોત્તમ નારાયણની મૂર્તિના તેજમાં સર્વે સુખમય થઈ ગયું છે.